પંડ્યાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આપી ધમકીઃ બધા સાથે બદલો લઈશ

PC: firstpost.in

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખૂબ ઓછા સમયમાં બધાનો પ્રિય ખેલાડી બની ગયો છે. પંડ્યાના જન્મદિવસની પણ તેની બેટિંગની જેમ ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. ગઈ રાત્રે ટીમ ઈન્ડિયાના તમામ ક્રિકેટરોએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો અને ખૂબ મસ્તી પણ કરી હતી. હાર્દિક પંડ્યાએ આ ઉજવણી તેના ટ્વીટર પર પણ શેર કરી હતી, જેમાં ખેલાડીઓ હાર્દિકના આખા શરીરે કેક લગાવી દે છે, તેવું જોવા મળે છે. આ અંગે પંડ્યાએ કહ્યું હતું કે, વર્ષમાં એકવાર દરેક વ્યક્તિનો જન્મદિવસ આવે છે, આનો બદલો લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.