પાકિસ્તાનને હરાવી ભારતીય બ્લાઇંડ ટીમે કર્યો વર્લ્ડ કપ પર કબજો

PC: twimg.com

ઈન્ડિયન બ્લાઇંડ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને સતત બીજીવાર બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018 પર કબજો કરી લીધો છે. ભારતે રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવી દીધું હતું અને વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો હતો. પાકિસ્તાન ટીમે ભારતીય ટીમ સામે 308 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જે ભારતીય ટીમે 8 બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ રન અબ્દુલ મલિકે બનાવ્યા હતા. તેણે 112 રન બનાવ્યા હતા. દીપક મલિકે પણ 53 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શારજાહ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં પાકિસ્તાની ખેલાડીઓએ 307 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શરૂઆત તો સારી નહોતી રહી, પરંતુ મેચની અંતિમ ક્ષણોમાં ભારત મેચ પોતાની તરફ કરવામાં સફળ રહ્યું હતું. ખૂબ જ રોમાંચક મેચના અંતમાં ભારતે મેચ પોતાના નામે કરી લીધી હતી. આ પહેલા MCC ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં બુધવારે ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp