#INDvsSA6thODI: શર્દૂલ ચમક્યો, જાણો ભારતને મેચ જીતવા કેટલા રનનો ટાર્ગેટ મળ્યો

PC: bcci.tv

સેચ્યુરિયનમાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા-ભારત વચ્ચેની વન-ડે સીરિઝની છઠ્ઠી અને છેલ્લી વન-ડેમાં ભારતીય બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાની ટીમને 204 રને રોકી દીધી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આજે ભુવનેશ્વર કુમારની જગ્યાએ શર્દૂલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્યું હતું. ભારત આ વન-ડે સીરિઝમાં 4-1થી આગળ છે અને આ સીરિઝને 5-1થી જીતવા માટે તેમને સાઉથ આફ્રિકાએ 205 રનનો ટાર્ગેટ આપ્યો છે.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમની શરૂઆત સારી નહોતી રહી, કારણ કે હાશિમ અમલા ફક્ત 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ મારક્રમ પણ 24 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ ખાયા ઝોંડોએ બાજી સંભાળી હતી, પરંતુ તેને કોઈ ખેલાડી સાથ નહોતો આપી શક્યો. ઝોંડોએ 3 ફોર અને 2 સિક્સની મદદથી 54 રન બનાવ્યા હતા. શર્દૂલ ઠાકુરએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે મારક્રમ, હાશિમ અમલા અને ફરહાન બહરદીનની વિકેટ લીધી હતી. શર્દૂલ ઠાકુરે 4 વિકેટ્સ, જસપ્રીત બૂમરાહ અને યઝુવેન્દ્ર ચહલે 2-2 વિકેટ્સ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp