ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ T20માં કોહલી અને મેક્કુલમને પણ પછાડ્યા

PC: twitter.com/Martyguptill

ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર માર્ટિન ગુપ્ટિલે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની પાંચમી મેચમાં અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ગુપ્ટિલની સદીની મદદથી 243 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટના નુકસાન પર 245 રન બનાવ્યા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 13 વર્ષની T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો હતો. નોંધનીય છે કે 13 વર્ષ અગાઉ 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચ રમાઈ હતી.

આ મેચમાં ગુપ્ટિલે સદી ફટકારી છતાં ન્યૂઝીલેન્ડની ટીમ ભલે હારી ગઈ હોય પરંતુ માર્ટિન ગુપ્ટિલે T20માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ગુપ્ટિલે T20 કરિયરમાં 73 મેચમાં 2188 રન બનાવ્યા છે. અગાઉ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના જ બ્રેન્ડન મેક્કુલમના નામે હતો. મેક્કુલમે 71 મેચમાં 2140 રન બનાવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેણે 55 મેચમાં 1956 રન બનાવ્યા છે.

તે સિવાય ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડ તરફથી T20 મેચમાં સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી. તેણે આ મેચમાં 49 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે મેક્કુલમના 50 બોલમાં સદી ફટકારવાના રેકોર્ડને પણ તોડ્યો હતો. મેક્કુલમે 2010માં ઓસ્ટ્રેલિયા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. ઉપરાંત ન્યૂઝીલેન્ડે T20માં પોતાના સર્વોચ્ચ સ્કોરની બરોબરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp