આ વ્યક્તિનું માનવું છે કે, કોહલીના વખાણ માટે નવી ડિક્શનરી ખરીદવી પડશે

PC: twitter.com/icc

સાઉથ આફ્રિકા સામેની 6 મેચોમાં 558 રન બનાવનાર ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર કેપ્ટન વિરાટ કોહલીની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શાસ્ત્રી પોતાના કરિયરના શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. મારી પાસે ટીમ ઈન્ડિયાના કેપ્ટનના વખાણ કરવા માટે શબ્દો જ નથી.

 

શાસ્ત્રીને કોહલીને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું તે, તેના વખાણ માટે હવે નવી ડિક્શનરી ખરીદવારની જરૂરિયાત છે. 6 મેચની સીરિઝમાં 3 સદી ફટકારનાર વિરાટના આ પ્રદર્શનથી ગદગદ થઈને હેડ કોચે કહ્યું હતું કે, વિરાટની ઉપલબ્ધીઓથી તેમની પાસે હાજર તમામ વિશેષણો હવે નાના લાગી રહ્યા છે. લોકોએ વિરાટના વખાણ કરવા માટે નવા શબ્દો શોધવા પડશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp