#INDvsSA6thODI: ભારતે ટોસ જીત્યો, ભુવનેશ્વરની જગ્યાએ આ ખેલાડીને લેવાયો

PC: twitter.com/bcci

ટેસ્ટ સીરિઝ બાદ સાઉથ આફ્રિકામાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સીરિઝમાં આજે છઠ્ઠી અને છેલ્લી વન-ડે મેચ રમાવાની છે, ત્યારે સેન્ચુરિયનમાં ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ટેસ્ટ સીરિઝમાં 1-2થી હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે સીરિઝમાં કોઈપણ કચાસ છોડવા માગતી નહોતી, જે વન-ડે સીરિઝમાં જોવા મળ્યું હતું. ભારતે આ 6 વન-ડે મેચની સીરિઝ પહેલેથી જ 4-1થી જીતી લીધી છે, પરંતુ ભારત આજે પણ મેચને જીતીને સીરિઝ પર 5-1થી કબજો કરવાના આશય સાથે રમવા ઉતરશે. સાઉથ આફ્રિકાની ટીમમાં એબી ડીવિલિયર્સનો પણ સમાવેશ થઈ ગયો છે, પરંતુ ફાફ ડુ પ્લેસિસ અને ક્વિન્ટન ડી કોક હજુ પણ ઈજાને કારણે ટીમથી બહાર છે, જેની અસર વન-ડે સીરિઝ પર જોવા મળી હતી.

 સાઉથ આફ્રિકન ટીમઃ

 Hashim Amla, Aiden Markram(c), AB de Villiers, Khaya Zondo, Farhaan Behardien, Heinrich Klaasen(w), Chris Morris, Andile Phehlukwayo, Imran Tahir, Morne Morkel, Lungisani Ngidi

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp