ભલે દક્ષિણ આફ્રિકા સિરીઝ જીત્યું પણ કેપ્ટનના માથે આ છે સંકટ

PC: hindustantimes.com

દક્ષિણ આફ્રિકાની ટીમ ભલે ભારતને સેન્ચુરીયન ટેસ્ટ હરાવવામાં સફળ રહી હોય પરંતુ ICCએ ફાફ ડુ પ્લેસીની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને સ્લો ઓવર રેટના કારણે દંડ કર્યો હતો. મેચ રેફરી ક્રીસ બ્રોડએ આ દંડ માત્ર 2 ઓવર મોડી નાંખવા બદલ ફટકાર્યો છે.

બ્રોડએ દક્ષિણ આફ્રિકાની ટીમને ICCના નિયમ અનુસાર 2.5.1 લેવલની દોષી જાહેર કરતા દરેક ખેલાડીઓની ફિ પર 20 ટકા જ્યારે કેપ્ટન ડુ પ્લેસી પર 40 ટકા દંડ લગાવ્યો છે. સામાન્યતઃ આ નિયમ અનુસાર ખેલાડીઓ પર 10 ટકા અને કેપ્ટન પર 20 ટકા દંડ લાગતો હોય છે. ડુ પ્લેસી એ પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો હોવાથી સુનવણીની જરૂરીયાત પડી ન હતી અને રેફરીએ પોતાનો નિર્ણય જણાવી દીધો હતો.

આ ઉપરાંત ડુ પ્લેસી માટે આ વર્ષે વધુ એક આપત્તિ બની રહેશે. જો આ વર્ષે કોઈ પણ ટેસ્ટમાં ફરીથી દક્ષિણ આફ્રિકાની ટીમ સ્લો ઓવર રેટની ભૂલ કરે છે તો ડુ પ્લેસી પર એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp