ICC એવોર્ડમાં કોહલીની 'વિરાટ' સિદ્ધિ

PC: india.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ICC એવોર્ડ 2017માં મેદાન મારી લીધું છે. 1 સપ્ટેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2017 દરમિયાન કરેલા પ્રદર્શનના આધાર પર આપવામાં આવેલા એવોર્ડમાં વિરાટ કોહલી 3 વર્ગમાં એવોર્ડની રેસમાં હતો, જેમાંથી તેણે 2 વર્ગમાં એવોર્ડ મેળવીને બાજી મારી લીધી હતી. વિરાટ કોહલી માત્ર ટેસ્ટ પ્લયેર ઓફ ધ યરના એવોર્ડ માટેની રેસમાં ઓસ્ટ્રેલીયાના કેપ્ટન સ્ટીવ સ્મિથથી પાછળ રહી ગયો હતો.

વિરાટ કોહલીએ વર્ષ 2017માં રમેલી 26 વનડે મેચમાં 76.84 ની એવરેજથી 1460 રન બનાવ્યા હતા જેમાં 6 સદી શામેલ છે. ટેસ્ટ મેચમાં પણ તેણે ખૂબ દમદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 ટેસ્ટ મેચમાં 75.64ની એવરેજથી 1059 રન બનાવ્યા હતા, જેમાં 5 સદી શામેલ છે. વિરાટએ એવોર્ડ મેળવ્યા બાદ કહ્યું હતું કે 'મારા માટે પ્લેયર ઓફ ધ યર બનવું એ ગૌરવની વાત છે'. ગયા વર્ષે આ એવોર્ડ અશ્વિનને મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp