ચીત્તે કી ચાલ ઔર ધોનીની નજર પર સંદેહ નહીં કરતે, જુઓ વીડિયો
શ્રીલંકાની સામેની પહેલી વનડેમાં ભલે ભારતીય ટીમ 7 વિકેટથી હારી ગઈ પરંતુ ધોનીએ લોકોના દિલ જીતી લીધા હતા. તેણે માત્ર 65 રન નહોતા કર્યા પરંતુ ગ્રાઉન્ડ પર કંઈક એવું કર્યું હતું કે જેથી તે ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ગયો. ધોનીએ ફરીથી બતાવી દીધું કે અસલમાં બોસ તો તે જ છે. એક તરફ ભારતીય બેટ્સમેનો ફ્લોપ થઈ રહ્યા હતા ત્યારે ધોની પોતાનું શાનદાર પરફોર્મન્સ આપી રહ્યો હતો.
When Dhoni made the right call, yet again! https://t.co/xOhXK342mW
— Khabarchhe (@khabarchhe) December 11, 2017
વાત કંઈક એમ છે કે ધોનીએ એવું DRS લીધું કે દરેક હેરાન રહી ગયા. ધોની અને જસપ્રીત બુમરાહ મેચ રમી રહ્યા હતા ત્યારે પથરીના 33મી ઓવર નાખી રહ્યો હતો અને છેલ્લા બોલે તેમે બુમરાહને એલબીડબલ્યુની અપીલ કરી હતી, તો અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો પરંતુ જેવો જ એમ્પાયર આઉટ કહેવા માટે આંગળી ઊંચી કરે છે, ત્યારે જ ધોની DRS ઈ લે છે. કોઈને લાગતું ન હતું કે તે નોટ આઉટ છે.
થર્ડ એમ્પાયર પોલ રિફેલ દરેક એંગલથી જોઈ રહ્યા હતા. તેણે કહ્યું કે ધોનીનો નિર્ણય એકદમ સાચો છે અને બુમરાહને નોટઆઉટ કજાહેર કર્યો હતો. બીસીસીઆઈએ આ વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો લોકોમાં વાઈરલ થઈ જતા બધાએ ધોનીના વખાણ કર્યા હતા.
मैंच भले श्रीलंका ने जीता हो,
— 🍁यादवजी™🔱#HTL (@ajkajaykumar) December 10, 2017
मगर धोनी ने दिल जीत लिया..👏#INDvsSL
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp