2015 કેજરીવાલ પાસે હતી 2.1 કરોડની સંપત્તિ 2020મા જાણો કેટલા રૂપિયા વધી ગઈ

PC: deccanherald.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંપત્તિમાં વર્ષ 2015થી 1.3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કેજરીવાલે વિધાનસભા ચૂંટણીના નામાંકનમાં જે સોગંદનામું જમા કરાવ્યું છે, તેના અનુસાર, 2015માં તેમની કુલ સંપત્તિ 2.1 કરોડ રૂપિયા હતી.

કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની પાસે 2015માં રોકડ અને FD 15 લાખ રૂપિયાની હતી જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થઈ ગઈ છે. પાર્ટીના એક અધિકારીએ કહ્યું કે, VRS તરીકે સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા અને FD મળી છે, બાકી તેમની બચતની રકમ છે.

મુખ્યમંત્રી કેજરીવાલ પાસે રોકડ અને એફડી 2015માં 2.6 લાખ રૂપિયા હતી, જે 2020માં વધીને 9.65 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેમની પત્નીની સ્થાયી સંપત્તિના મૂલ્યાંકનમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે કેજરીવાલની સ્થાયી સંપત્તિ 92 લાખ રૂપિયાથી વધીને 1 કરોજ 77 લાખ રૂપિયા થઈ ગઈ છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાસે કુલ 3.4 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું કે. 2015માં કેજરીવાલની જેટલી સ્થાવર સંપત્તિ હતી, તેના ભાવમાં વધારો થયો હોવાને કારણે આ વૃદ્ધિ થઈ છે.

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી કેજરીવાલે મંગળવારે સોગંદનામુ દાખલ કરવું પડ્યું. કાર્યાલયમાં ભીડ થવાને કારણે તેમણે 6 કલાક સુધી રાહ જોવી પડી હતી. મુખ્યમંત્રી સાથે નામાંકન કરવા તેમના માતા-પિતા સિવાય પત્ની સુનીતા કેજરીવાલ અને દીકરી હર્ષિતા પણ પહોંચી હતી. પણ તેમની સાથે 4થી વધારે લોકોને જવાની પરવાનગી ન હતી.

વર્ષ 2015ની એફિડેવિટ

વર્ષ 2013-14માં કેજરીવાલની વાર્ષિક આવકઃ 207330 રૂપિયા

2013-14માં તેમની પત્નીની વાર્ષિક આવકઃ 1183390

રોકડઃ 2.26 લાખ રૂપિયા

સ્થાયી સંપત્તિનું મૂલ્યઃ 92 લાખ રૂપિયા

દીકરીની પાસેઃ 31 હજાર રૂપિયા

કેજરીવાલ વિરુદ્ધ કેસોઃ 10

2020ની એફિડેવિટ

વર્ષ 2018-19માં કેજરીવાલની આવકઃ 281375 રૂપિયા

પત્નીની આવકઃ 994790 રૂપિયા

રોકડઃ 9.95 લાખ રૂપિયા

કેજરીવાલ વિરુદ્ધ કેસઃ 13

સ્થાયી સંપત્તિનું મૂલ્યઃ 1.77 કરોડ રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp