26th January selfie contest

અમાનતુલ્લાહની જીત પર મેરઠમાં પરિવારજનો ઉજવણી કરી રહ્યા હતા UP પોલીસે કરી પિટાઈ

PC: youtube.com

ઉત્તર પ્રદેશના મેરઠમાં અમાનતુલ્લાહ ખાનના પરિવારજનો અને સંબંધીઓને પોલીસ દ્વારા મારા મારવાનો આરોપ લાગ્યો છે. અમાનતુલ્લાહ ખાન દિલ્હી ઓખલા વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે. એવો આરોપ છે કે, પોલીસે પરીક્ષિતગઢ વિસ્તારમાં આગવાનપુર ગામમાં અમાનતુલ્લાહ ખાનના પરિવારજનો અને સંબધીઓ સાથે મારામારી કરી છે. આ આરોપ અમાનતુલ્લાહ ખાનના પરિવારજનો અને સંબંધીઓએ લગાવ્યો છે અને એક વીડિયો પણ જાહેર કર્યો છે.

અમાનતુલ્લાહ ખાનના પરિવારજનો અને સંબધીઓએ યોગી સરકારની પોલીસ પર મારામારી સાથે અભદ્રતાભર્યું વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે, દિલ્હીની ઓખલા વિધાનસભા સીટ પરથી અમાનતુલ્લાહ ખાનની જીત પર તેઓ જશ્ન મનાવી રહ્યાં હતાં અને મિઠાઇ વહેંચી રહ્યાં હતા. ત્યારે જ પોલીસ ત્યાં પહોંચી અને અભદ્ર વર્તન કરીને મારામારી કરી.

જોકે, UP પોલીસે મારામારી કરવાનો આરોપ નકારી દીધો હતો. પોલીસે સફાઇ આપતા કહ્યું હતું કે, કોઇ પણ અનુમતિ વિના જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું. તેમને સમજાવવામાં આવ્યા હતા કે, એવું કોઇ કામ ન કરો જેનાથી માહોલ ખરાબ થાય. ત્યારબાદ તેમને માત્ર રોકવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, કોઇ પરવાનગી વિના જુલૂસ કાઢાવાની બાબતે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ બાબતની વિવેચના કરવામાં આવી રહી છે કે મારામારીનો આરોપ નિરાધાર છે.

તમને જણાવી દઇએ કે, દિલ્હીની ઓખલા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતનાર અમાનતુલ્લાહ ખાન મૂળ મેરઠના અફગાનપુરનો રહેવાસી છે. અમાનતુલ્લાહની જીત પર પરિવારજનો અને સંબધીઓ જશ્ન મનાવી રહ્યાં હતા. UP પોલીસ પર આરોપ છે કે, જશ્ન મનાવી રહેલા લોકો અને અમાનતુલ્લાહ ખાનના પિતરાઇ ભાઇ સાથે પોલીસે અભદ્ર વર્તન કરી મારામારી કરી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ભત્રીજી, પરિવારજનો અને સંબેધીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પોલીસ પર આ આઓપ લગાવ્યો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને 70માંથી 62 સીટો મળી છે જ્યારે BJPએ 8 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેટલાક દિગ્ગજ નેતાઓએ BJP માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. જોકે ચૂંટણીના પરિણામો અનુકૂળ આવ્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર ખાતુ ખોલાવામાં નિષ્ફળ રહી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp