કેજરીવાલનો ગઢ દિલ્હી જીતવા માટે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર

PC: https://secureservercdn.net

70 બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની મુદ્દત 22 ફેબ્રુઆરી 2020ના રોજ પૂર્ણ થયા છે. તેથી દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને તેનું પરિણામ 1 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડી ચોટીનું જોર લાગચી રહી છે.

દિલ્હીનો ગઢ જીતવા માટે અરવિંદ કેજરીવાલ સામે પ્રચાર કરવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓને પણ દિલ્હીમાં પ્રચાર કરવા માટે મેદાને ઉતારવામાં આવી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગુજરાતી લોકો વસવાટ કરે છે અને ગુજરાતીઓને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપ ગુજરાત પ્રદેશના ભાજપના દોઢથી બે ડજન જેટલા નેતાઓને પ્રચાર માટેની કામગીરી સોંપાઈ શકે છે. એવી પણ માહિતી મળી રહી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પ્રચારમાં જોડાશે.

ગુજરાત પ્રદેશના નેતાઓ દિલ્હીમાં ગુજરાતી પ્રભુત્ત્વ ધરાવતી વસ્તીઓવાળા વિસ્તારમાં ભાજપનો પ્રચંડ પ્રચાર કરશે. ચૂંટણી પ્રચાર માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કાર્યક્રમ બની રહ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ નેતાઓ વચ્ચે ટ્વીટર વોર પણ શરૂ થઇ ગયો છે. એક રોડ-શોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના સમર્થકોને અપીલ કરી હતી કે, આ ચૂંટણી અલગ છે તેમાં બધા મળીને ઝાડૂને મત આજો. તમે એ પક્ષમાં જ જળવાઈ રહો પણ વોટ તો ઝાડૂને આપજો. આ સાથે તેમને એવું પણ કહ્યુ હતું કે, બીજા પક્ષને મત આપશો તો બધું બગડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp