કુંવરબા લઈને આવ્યા અમર બુટાલા

PC: youtube.com

ડો. શીલા બુટાલા અને દીપેશ દવે નિર્મિત અને શિવમ આર્ટસ પ્રસ્તુત નવા નાટક કુંવરબા માં બાપ-દીકરીના સંબંધની વાત સાવ નોખી રીતે રજૂ કરવામાં આવી છે.

શિવાની અને ઇન્દ્રજિત મહેતાને એક દીકરી છે, સપના. ત્રણ જણનું આ ફેમિલી અત્યંત ખુશમિજાજ જીવી રહ્યું છે પણ એક દિવસ એવું બને છે કે અચાનક સપના ગુમ થઇ જાય છે. સપનાને શોધવાનો પ્રયાસ થાય છે, પણ ચારે કોર નિષ્ફળતા મળતા ઇન્દ્રજિત અને શિવાનીની જિંદગી નરક બની જાય છે પણ નર્કાગાર જેવા એ દિવસો વચ્ચે એક દિવસ અચાનક જ એક વ્યિGત એવી દાખલ થાય છે જેને જાઇને સૌકોઇ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવનાર વ્યિGત છે કુંવરબા. અહીંથી સમય અને સંજાગો સામેની લડત શરૂ થાય છે. કુંવરબાના મુખ્ય કલાકાર અને નાટકના દિગ્દર્શક મેહુલ બુચ કહે છે કે બાપ-દીકરીના આવા સંબંધો અગાઉ Gયારેય સ્ટેજ પર જાયા નહીં હોય. આજે જ્યારે નાટકો માટે વિષયો ખૂટી ગયા છે એવા સમયે કુંવરબા જેવા વિષયને લાવવાનું કામ લેખકે જે રીતે કર્યું છે એ ખરેખર કાબિલે દાદ છે.

વિલોપન દેસાઇ લિખિત ભાવિત સંઘવી, પલ્લવી પાઠક, બીજલ મહેતા તથા મેહુલ બૂચ અભિનીત કુંવરબાના સૂત્રધાર છે અમર બુટાલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp