નવરાત્રીમાં દાંડિયા ક્વિન ફાલ્ગુનીની રોજની આવક છે 19.44 લાખ

PC: theindianexpress.com

નવરાત્રીનાં ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે. દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠક પણ પરફોર્મ કરવા થનગની રહી છે. ફાલ્ગુનીનાં હિન્દી અને ગુજરાતી ગીતો લોકપ્રિય છે. નોરતામાં ફાલ્ગુનીની ડિમાન્ડ વધી જાય છે. સમગ્ર દેશનાં ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ ફાલ્ગુનીને હાયર કરવા માટે ઉત્સુક હોય છે.

છેલ્લા 10 વર્ષમાં ફાલ્ગુનીની ફીમાં ભારે વધારો થયો છે. દરેક વર્ષે ફાલ્ગુનીની નોરતા માટેની ફી અલગ-અલગ હોય છે. એક માહિતી પ્રમાણે ફાલ્ગુનીને 2009માં એક કરોડ રૂપિયા અને 2013માં બે કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.

વિગતો મુજબ આ વર્ષે પણ ફાલ્ગુની 1.75 કરોડ રૂપિયા લેશે એમ મનાય છે. ગયા વર્ષની સરખામણીએ ફાલ્ગુનીનાં આ વર્ષે નોરતાનાં ચાર્જમાં 35 લાખ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ફાલ્ગુનીને જીએસટી સાથે ચૂકવવાની રકમ 2.08 કરોડ થવા જાય છે. આનો સીધો મતલબ છે કે ફાલ્ગુની નવરાત્રીમાં એક નાઈટ શોમાં સિંગીંગ પેટે 19.44 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

ફાલ્ગુનીનાં નજીકનાં મનાતા અને તેનાં શોનાં આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવતા ગોપાલ શેટ્ટીનું કહેવું છે કે દાંડિયાનું આયોજન બોરીવલીમાં કરવામાં આવનાર છે. આયોજનમાં હું સહભાગી નથી પરંતુ સાંસ્કૃતિક ઈવેન્ટનો હિસ્સો જરૂર છું. બનતી બધી મદદ કરવાની મારી તૈયારી હોય છે.

આ વર્ષે પણ ફાલ્ગુની ફરીવાર બોરીવલીમાં નોરતામાં પરફોર્મ કરશે. આયોજન કરનારાં સૂત્રોએ કહ્યું છે કે ફાલ્ગુનીએ કન્ફર્મ કર્યું છે અને આ વખતે તે કોરા કેન્દ્ર પર ખેલૈયાઓ સાથે દાંડિયા અને ગરબાની રમઝટ બોલાવશે. નોરતા હાઉસફુલ રહેશે એવી પણ આશા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp