ખોફનાક વિલન હવે દર્શકોને ખડખડાટ હસાવશે

ઢોલિવુડમાં સાડા પાંચસો જેટલી ફિલ્મોમાં મોટાભાગે ખલનાયક તરીકે જ જોવા મળેલા ઇન્ડસ્ટ્રીના સિનિયરમોસ્ટ કલાકાર જાણે ભાઈલોગને રામ રામ કરી કામેડીના ખોળામાં બેઠા હોય એવું લાગી રહ્યું છે. કદાચ તમે સમજી ગયા હશો કે અહીં કોની વાત થઈ રહી છે. જી, અમે વાત કરી રહ્યા છીએ ખૂંખાર વિલન ફિરોઝ ઇરાનીની. લગભગ પચાસ વરસની કારકિર્દી દરમ્યાન અનેક પ્રકારની ભૂમિકા ભજવનાર ફિરોઝ ઇરાની ચીમનભાઈની ચાલમાં કંઇક નોખી ભૂમિકામાં જાવા મળશે.

નિર્માતા હર્ષદ અગોલાની રફીક ખાન દિગ્દર્શિત ચીમનભાઈની ચાલમાં ફિરોઝ ઇરાની એક ચાલના માલિક છે. મહા કંજૂસ એવા ચીમનભાઈ (ફિરોઝ ઇરાની) અને તેમની ચાલમાં રહેતા વિવિધ પ્રકારના ભાડૂઆતો વચ્ચે બનતા બનાવો દર્શકોનું ભરપુર મનોરંજન કરશે. તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવેલા ફિરોઝ ઇરાની કહે છે કે, ચીમનભાઈની ચાલમાં તમને કામેડી કંઇક અલગ અંદાજમાં જાવા મળશે. ચીમનભાઈની ચાલમાં તમામ ધર્મના લોકો રહે છે. મજાની વાત એ છે કે દરેક ફૅમિલીની અલગ સ્ટોરી છે જે દર્શકોને જલસો પાડી દેશે. ફિલ્મ જાઈને તમને ખ્યાલ આવશે કે આજની ટેન્શનભરી જિંદગીમાં નાની નાની વાતોમાંથી આનંદ કેવી રીતે મેળવી શકાય છે.

આટલી લાંબી ઇનિંગ કેવી રીતે રમી શGયા પ્રશ્નના જવાબમાં ફિરોઝ ઇરાની કહે છે કે, જેટલી પણ ફિલ્મો કરી એમાંથી એક વાત હું શીખ્યો છું કે અભિનય એ સતત શીખતા રહેવાની પ્રોસેસ છે. જે દિવસે તમે એમ ધારી લો કે તમે બધું શીખી લીધું તો એનો મતલબ એ થયો કે ટોચ પરથી ફરી તળેટીએ જવાની તમારી રીટર્ન જર્નીની શરુઆત થઈ ગઈ છે.
શુક્રવારે રિલીઝ થયેલી ચીમનભાઈની ચાલમાં ફિરોઝ ઇરાની ઉપરાંત મોબિન ખાન, બિમલ ત્રિવેદી, હિમાની અગિરવાલ મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp