હું નરેન્દ્ર મોદી બનવા માગું છું

PC: khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ પર આધારિત ફિલ્મ હું નરેન્દ્ર મોદી બનવા માગું છુંના દિર્ગ્શક છે અનિલ નરયાણી. મૂળ રાજસ્થાનના અનિલની ફિલ્મી કારકિર્દી ૧૯૯૮માં શરૂ થઈ. રાજસ્થાની આલ્બમોથી શરૂઆત કરનાર અનિલે રાજસ્થાની પૃષ્ઠભૂમિ પર આધારિત હિન્દી ફિલ્મ નથ-એક પ્રથા બનાવી. મૂળ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અનિલનું મન નોકરીમાં લાગતું ન હોવાથી તેમની પસંદગીની કરિયર એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જંપલાવ્યું. હવે તેમની ગુજરાતી ફિલ્મ હું નરેન્દ્ર મોદી બનવા માગું છુંની રિલીઝની તૈયારી કરી રહ્યા છે.

હું નરેન્દ્ર મોદી બનવા માગું છુંની ખાસ વાત શું છે?

ફિલ્મની વાર્તા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની કથા પર આધારિત છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે પ્રેરણાત્મક ફિલ્મ ગણી શકાય. ફિલ્મની વાર્તા અમે એ રીતે રજૂ કરી છે કે દર્શકોને પ્રેરણા મળે. એ સાથે નરેન્દ્ર મોદી દેશ માટે શું કરવા માંગે છે અને એનાથી દેશનું ભલું કેવી રીતે થઈ શકે છે એ ફિલ્મમાં દર્શાવ્યું છે.

નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવવાનું કોઈ ખાસ કારણ?

મારૂં માનવું છે કે નરેન્દ્ર મોદી ફિલ્મના જ નહીં, પૂરા દેશના હીરો છે. હું પણ તેમને હીરો માનું છું એટલે મને લાગ્યું કે તેમના સંઘર્ષની વાત ફિલ્મ રપે દર્શાવાય તો યુવા પેઢી એમાંથી પ્રેરણા મેળવી શકે.

ફિલ્મ કલાકારોની પસંદગી કેવી રીતે કરી?

હકીકતમાં આ ફિલ્મ બાળકો માટેની હોવાથી એમાં ૧૧ થી ૧૩ વરસના બાળકો જાવા મળશે. ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પિતાનું પાત્ર પીપલી લાઇવથી જાણીતા થયેલા નત્થા એટલે કે ઓમકાર દાસ માણિકપુરી ભજવી રહ્યા છે. જ્યારે માતાની ભૂમિકા સીઆઇડીની ફૅમસ ઇન્સ્પેકટર પૂવાનું પાત્ર ભજવતી કલાકાર અનાશા સૈયદ ભજવે છે. નરેન્દ્રનું પાત્ર કરણ પટેલ કરી રહ્યો છે. કરણને બાર-તેર ગુજરાતી ફિલ્મોનો અનુભવ છે. જ્યારે નરેન્દ્રની બહેનની ભૂમિકા ફૂટપાથ પર રહેતી એક છોકરી હોવા છતાં એણે ગજબનો અભિનય કર્યો છે. ઉપરાંત સબ સે બડા કલાકાર શોમાં સૌનું ધ્યાન ખેંચનાર બાળ કલાકાર ૠષિ પંચાલ પણ ફિલ્મમાં જોવા મળશે.

નરેન્દ્ર મોદી બનવા માગું છું ઉપરાંત કોઈ પ્રોજેકટ?

ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ કરવાની યોજના છે. ત્યાર બાદ એક ગુજરાતી ફિલ્મનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. એ સિવાય ગુજરાતી ફિલ્મોના જાણીતા નિર્માતા હરીશ પટેલની એક ફિલ્મનું દિગ્દર્શન કરીશ. હાલ તુરત તો હું નરેન્દ્ર મોદી બનવા માગું છુંની રિલીઝ પર ધ્યાન કેન્દ્રત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp