મનોજ જોશી બનાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ

PC: khabarchhe.com

ફિલ્મ, ટીવી અને નાટકના ધુરંધર કલાકાર મનોજ જોશીની બે ગુજરાતી ફિલ્મો તંબુરો અને પપ્તા તમને નહીં સમજાય ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. જેમાં તંબુરો ધમાલ કૉમેડી ફિલ્મ છે તો પપ્પા તમને નહીં સમજાય પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતા થયેલા નિર્માતા-દિગ્દર્શક ધર્મેશ મહેતાની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.

જોકે તાજેતરમાં મનોજ જોશીએ જણાવ્યું હતું કે તેઓ એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. કોઈ અર્બન ફિલ્મ છે પૂછતા મનોજ કહે છે, ભાઈ અર્બન-રૂરલ જેવું કંઈ હોતું નથી. ફિલ્મ એ દર્શકો માટે મનોરંજનનું માધ્યમ છે. એ ગામડાની હોય કે શહેરની, જો એની વાર્તા મજબૂત હોય તો દર્શકો ફિલ્મ જોશે જ. પાઘડી-ચણિયા ચોળી જોઈને ગુજરાતના લોકો કંટાળ્યા હોત તો સંજય લીલા ભણશાળીની રામલીલા જોવા કોઈ ગયું જ ન હોત. જોકે આ વાતની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, દરેકની પોતાની વિચારસરણી હોય છે એ તમે બદલાવી ન શકો.

હા, મારી ફિલ્મની વાત કરૂં તો એ એકાદ-બે મહિનામાં શરૂ કરવાની યોજના છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં ભવાઈ હોવા છતાં એ દરેકને પસંદ પડશે એનો મને પૂરો વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp