પદ્માવતી-પાટીદાર ફિલ્મને રાજકારણનું ગ્રહણ

PC: iy.news

ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે, પદ્માવતી ફિલ્મમાં ઇતિહાસને તોડી-મરોડીને અલ્લાઉદ્દીન ખીલજી સાથે જોડી રજુ કરવામાં આવેલી વિગતોને પરિણામે રાજપુત-ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ રહી છે. પાટીદારો ઉપર તૈયાર થયેલી ફિલ્મ એક વર્ષથી ભાજપના દબાણથી સેન્સર બોર્ડ મંજૂરી આપતું નથી પણ રાજપુત સમાજ માટે ફિલ્મ રોકવા માંગણી કરી છે. આ ફિલ્મતો હજુ કોઈએ જોઈ પણ નથી અને રાજકારણ શરુ કરાયું છે.

આઈ કે જાડેજાએ કહ્યું કે ભાજપના આગેવાનોએ ભાજપના મોવડીઓને રજૂઆત કરી હતી. ભાજપના ચૂંટણી આચાર સંહિતા ઇન્ચાર્જ તરફથી ઇલેક્શન કમિશનને આ અંગે રજુઆત પત્ર પાઠવીને કરવામાં આવી છે.

ભાજપ તરફથી પદ્માવતી ફિલ્મના પ્રસારણ અગાઉ ફિલ્મ સેન્સર બોર્ડમાં ઇતિહાસને ખોટી રીતે રજુ કરાયેલ હોય તો તેની ચકાસણી કરી આગળની કાર્યવાહી પ્રસારણ અંગે હાથ ધરવા અંગે લોકશાહીના પવિત્ર પર્વને શાંતિપૂર્ણ ઉજવાય તેવો માહોલ બનાવવા મદદરૂપ થવા માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp