નાટકના નાટકનું નાટક : શર્મન જોશી ગુજરાતીમાં લાવ્યો બ્રોડવેનું ડ્રામા

PC: khabarchhe.com

મુંબઈના મોટાભાગના નિર્માતાઓએ મરાઠી-હિન્દીના એડોપ્ટેશન ગુજરાતીમાં કર્યા છે. પરંતુ ગુજરાતી તખ્તાની સાથે બૉલિવુડના અવ્વલ દરજ્જાના અભિનેતા શર્મન જોશી બ્રોડવેના સુપરહિટ નાટક ધ પ્લે ધેટ ગોઝ રોંગને ગુજરાતી તખ્તે લઈને આવ્યા છે. અનેક મરાઠી સુપરહિટ ફિલ્મ-ટીવી અને નાટકો કરી ચુકેલા કેદાર શિંદે શર્મનના નવા પ્લેનું દિગ્દર્શન કરી રહ્યા છે. કેદારે અગાઉ સફળ ગુજરાતી નાટકો પણ આપી ચુક્યા છે.

કાશી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત શર્મન જોશીએ તેમની વૅનિટી વૅનમાં આ પ્રતિનિધિને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી નાટકનું પ્લાનિંગ કરી રહ્યો હતો અને સારા સબ્જેક્ટની શોધમાં હતો. અમે વેકેશન ગાળી રહ્યા હતા ત્યારે વાઇફે મને બ્રોડવેમાં છેલ્લા ચાર વરસથી ચાલી રહેલા આ નાટક જોવાની ભલામણ કરી. નાટક એટલુ સુપર્બ હતું કે તુરંત નિર્માણ કંપની મિસ્ચીફ થિયેટર કંપનીના માલિકોને મળી એના રાઇટ્સ અંગે વાચતચીત કરી. તેમની પાસે ભારતના અન્ય નિર્માતાએ પણ ઓફર કરી હતી. જોકે મારે કોઈની ભાગીદારીમાં આ નાટક કરવું નહોતું. જોકે અન્ય કંપનીએ તેમની ઓફર પાછી ખેંચી લેતા સોલો પ્રોડ્યુસરના રાઇટ્સ મળ્યા. જોકે બે વરસ રાઇટ્સના પ્રોસેસમાં નીકળી ગયા. હવે અમે એને ગુજરાતીની સાથે મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં પણ રજૂ કરશું.

બ્રોડવેના નાટકને ભારતમાં ભજવવાની સૌથી મોટી મુશ્કેલી થિયેટરની છે. કારણ બ્રોડવેની જેમ અહીંના થિયેટરમાં કોઈ સ્ટ્રક્ચરલ ફેરફાર થઈ શકતા નથી. એટલે ઘણી મર્યાદામાં રહી સ્ટેજ ડિઝાઇન કરવું પડે છે. અત્યારે પણ માત્ર દોઢ કલાકમાં સેટ તૈયાર લગાડવાનો પડકાર તો અમારી સમક્ષ છે જ.

નાટક વિશે જણાવતા શર્મન કહે છે કે આ એક કૉમેડીથી ભરપુર મર્ડર મિસ્ટ્રી છે. બ્રોડવેના નાટકનું એડોપ્ટેશન હોવાને કારણે વિઝ્યુઅલ અને સાઉન્ડ ઇફેક્ટ પણ ભરપુર હશે જેથી દર્શકોનો રોમાંચ જળવાઈ રહે.

આગામી પ્રોજેક્ટ અંગે જણાવતા શર્મન કહે છે કે પ્રિયંકા ચોપરા નિર્મિત મરાઠી ફિલ્મ હૃદયાંતરના હક્ક અમે મેળવ્યા છે. અને એનું દિગ્દર્શન રાજુ જોશી કરશે જ્યારે ગુજરાતી વર્ઝન સ્નેહા દેસાઈ લખશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp