આ ગુજરાતી ફિલ્મને મળ્યો બેસ્ટ ફિલ્મનો ઍવોર્ડ

PC: facebook.com/gifaofficial/

ગુજરાતી આઇકોનિક ફિલ્મ ઍવોર્ડ્સ(GIFA) 2017ની જાહેરાત થઈ ગઈ છે. સુપ્રિયા પાઠક સ્ટારર કેરી ઓન કેસરને 2017ની બેસ્ટ ગુજરાતી ફિલ્મનો GIFA ઍવોર્ડ મળ્યો હતો, જ્યારે આ જ ફિલ્મ માટે સુપ્રિયા પાઠકને બેસ્ટ એક્ટ્રેસ ઓફ ધ યરના ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે પપ્પા તમને નહીં સમજાય મૂવિ માટે મનોજ જોશીને બેસ્ટ એક્ટર ઓફ ધ યરનો ઍવોર્ડ મળ્યો હતો. પપ્પા તમને નહીં સમજાય મૂવિ માટે ધર્મેશ મહેતાને બેસ્ટ ડિરેક્ટરના GIFA ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Posted by Carry On Kesar on Saturday, January 6, 2018

અમદાવાદના ધ એરેના ટ્રાન્સ્ટેડિયામાં યોજાયેલા આ ઍવોર્ડ ફંક્શનમાં બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રંગમંચના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી, જેમાં અમીષા પટેલ, અમરીસ બક્ષી, હિતેન કુમાર રાગિણી, દીપક ઘીવાલા, ફરીદામીર, ઐશ્વર્યા મજુમદાર, ભૂમિ ત્રિવેદી, મમતા સોની, હિતેન કનોડિયા, મોના કનોડિયા, મમતા સોની, ભાવિની જાની, અરવિંદ જોષીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના પ્રવાસનમંત્રી ગણપત વસાવા, મેયર ગૌતમ શાહ, યોગેશ ગઢવી, ધારાસભ્ય ભવાન ભરવાડે પણ ઍવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી.

જુઓ કઈ ફિલ્મને કયા ઍવોર્ડ્સ મળ્યા...

બેસ્ટ લિરીક્સ રાઇટર ઓફ ધ યરઃ મિલિન્દ ગઢવી

બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યરઃ સચીન-જીગર

બેસ્ટ સિંગર ઓફ ધ યર ફિમેલઃ મિરાન્દે શાહ

બેસ્ટ સિંગર ઓફ ધ યર મેલઃ સચીન સંઘવી

બેસ્ટ વિલન ઓફ ધ યર ફિમેલઃ પિનલ ઓબેરોય

બેસ્ટ વિલન ઓફ ધ યર મેલઃ સૌનત વ્યાસ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ કેતકી દવે

બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ પ્રેમ ગઢવી અને મિથિલ જૈન

બેસ્ટ સ્ટોરી ઓફ ધ યરઃ કેરી ઓન કેસર

બેસ્ટ ડેબ્યૂ ઓફ ધ યર ફિમેલઃ વ્યોમા નાંદી

બેસ્ટ ડેબ્યૂ ઓફ યર મેલઃ ધ્રુવિન શાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp