ચૈત્ર નવરાત્રિ દરમિયાન ના કરવા જોઈએ આ 10 કામ, માનવામાં આવે છે અશુભ

PC: indiatvnews.com

આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ચૈત્ર નવરાત્રિના આ પાવન પર્વમાં માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવાનું, તેમની પાસે સુખ-સમૃદ્ધિની કામના કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ 9 દિવસોમાં ભક્ત પૂરા ભક્તિ-ભાવથી માતાની કૃપા મેળવવા માટે વ્રત-ઉપવાસ રાખે છે. એવામાં વ્રત રાખનારા લોકો માટે કેટલાક ખાસ નિયમ બતાવવામાં આવ્યા છે. આવો તો જાણીએ કે નવરાત્રિ દરમિયાન કયા કામ છે જે ન કરવા જોઈએ.

  • જો નવરાત્રિના કળશની સ્થાપના કરી રહ્યા હો કે અખંડ દીવો કરી રહ્યા હો તો આ દિવસોમાં ખાલી ઘર છોડીને ન જવું જોઈએ.
  • નવરાત્રિમાં 9 દિવસનું વ્રત રાખનારાઓએ દાઢી, મૂછ અને વાળ કપાવવા ન જોઈએ. આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું અશુભ માનવામાં આવે છે. એવું કરવાથી માતારાણી નારાજ થઈ શકે છે.
  • આ દરમિયાન ખાવાનામાં કાંદા અને લસણનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. તેને તામસિક ભોજનની શ્રેણીમાં ગણવામાં આવે છે. એટલે નવરાત્રિમાં તેનો પ્રયોગ વર્જિત માનવામાં આવે છે.
  • નવરાત્રિ દરમિયાન વ્રત રાખનારા લોકોએ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દરમિયાન સીવણ, ભરતકામ જેવા કામ વર્જિત માનવામાં આવે છે. નવરાત્રિમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન ગંદા અને ધોયા વિનાના કપડાંનો બિલકુલ ઉપયોગ ન કરવો.
  • ધાર્મિક શાસ્ત્રો મુજબ, નવરાત્રિના વ્રતના સમય પર શારીરિક સંબંધ બનાવવાથી પણ વ્રતનું ફળ મળતું નથી. આ સમયે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • નવરાત્રિ દરમિયાન માંસ, માછલી અને દારૂના સેવનથી બચવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર એમ કરવું અશુભ માનવામાં આવે છે.
  • નવરાત્રિનું વ્રત રાખનારા લોકોએ ચામડીના બેલ્ટ, ચપ્પલ-શૂઝ, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • આ 9 દિવસોમાં નખ કાપવાની મનાઈ હોય છે, એટલે નવરાત્રિ શરૂ થવા પહેલા નખ કાપી લેવા જોઈએ.
  • વ્રતમાં 9 દિવસ ખાવાનામાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. ખાવાનામાં કટ્ટુનો લોટ, સમક ચોખા, શિંગોડાનો લોટ, સાબુદાણાની ખિચડી અને સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.
  • નવરાત્રિમાં વ્રત કરવાથી નબળાઈ આવી શકે છે. એવામાં સૂકા મેવા, મગફળી વગેરેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી શરીર સ્વસ્થ રહેશે અને તમને નબળાઈનો અનુભવ નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp