દરેક પુરુષે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવા જેવી 5 વાત

PC: google.co.in

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનાં જીવનમાં દરેક સંબંધોને ખૂબ જ ઈમાનદારીથી નિભાવ્યા હતાં. તો આજે તમને શ્રીકૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલી એવી 5 વાતો જણાવીએ, જેને અપનાવીને દરેક પુરુષ પોતાનાં જીવનને ખુશહાલ બનાવી શકે છે. 

સાચો પ્રેમ

વૃંદાવનમાં રાધાની સાથે ઘણી એવી ગોપીઓ હતી, જે કૃષ્ણને પ્રેમ કરતી હતી. ભગવાન કૃષ્ણ એ તમામ ગોપીઓનું સન્માન કરતાં હતા, પરંતુ રાધા પ્રત્યે તેમનો પ્રેમ એમનાં જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો. આજનાં પ્રેમીઓને કૃષ્ણનાં પ્રેમ અને પ્રેમિકાઓ પ્રત્યે સન્માનથી ઘણું બધું શીખવા મળે છે.

ગુરુ પ્રત્યે આદર

ભગવાન વિષ્ણુનો અવતાર હોવા છતાં કૃષ્ણ ભગવાનનાં મનમાં ગુરુઓ પ્રત્યે હંમેશાં ખૂબ માન રહ્યું. અવતાર રૂપમાં તેઓ જે સંતને મળ્યાં તેમને કૃષ્ણએ માન આપ્યું.

માતા-પિતા

ભલે કૃષ્ણ દેવકી અને વાસુદેવનાં પુત્ર કહેવાય છે, પરંતુ તેમનું પાલન-પોષણ યશોદા અને નંદે કર્યું હતું. તેમ છતાં, ભગવાન કૃષ્ણએ પોતાની બંને માતા દેવકી અને યશોદાને પોતાનાં જીવનમાં એકસમાન સ્થાન આપ્યું. બંને પ્રત્યે પોતાનાં કર્તવ્યો પૂરી નિષ્ઠાથી નિભાવ્યાં. પોતાનાં આ સ્વભાવ દ્વારા કૃષ્ણએ દુનિયાને શિખામણ આપી કે આપણાં જીવનમાં માતા-પિતાનું સ્થાન સૌથી ઊંચું હોવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાનું જીવન પોતાનાં માતા-પિતાની સેવામાં સમર્પિત કરી દેવું જોઈએ.

મિત્રતા

ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાની વાતો દરેક વ્યક્તિએ નાનપણમાં સાંભળી જ હશે. તેમની મિત્રતા જોઈને દરેક વ્યક્તિ પોતાનાં સંબંધોને માન આપવાની સાથે મિત્ર માટે ગમે તે કરવાની પ્રેરણા મળે છે. આ ઉપરાંત, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનાં દરેક સંબંધોને ઊંચ-નીચ, અમીરી-ગરીબી, નાના-મોટા જેવાં બંધનોથી હંમેશાં દૂર રાખ્યાં.

મોહથી ઉપર ઉઠવું

કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપતાં કૃષ્ણએ કહ્યું હતું કે, સામે જે લોકો ઊભા છે તે તારા શત્રુ છે, દાદા, કાકા અને ભાઈ નથી. તેમનાં આ સંદેશથી શિક્ષા મળે છે કે સત્યની રાહ પર ચાલતી વખતે કોઈનો પણ પક્ષ ન લેવો જોઈએ.

સંઘર્ષ જ જીવન છે

ગોકુળમાં કન્હૈયાનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું. તેમનાં મામા કંસે કૃષ્ણને મારાવા માટે અનેક કાવાદાવા કર્યાં હતાં. પરંતુ, કૃષ્ણ ક્યારેય આ બાધાઓથી વિચલિત ન થયાં અને દરેક મુસીબતોનો હિંમતપૂર્વક સામનો કર્યો. એનાં પરથી આપણને શીખ મળે છે કે ફળની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય કરતાં રહેવું જોઈએ. અંતે જીત તમારી જ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp