26th January selfie contest

દુબઈમાં ખુલ્લું મૂકાયું નવું ભવ્ય હિંદુ મંદિર, 16 મૂર્તિઓની થઈ સ્થાપના

PC: aajtak.in

દશેરાના એક દિવસ પહેલા ચાર ઓક્ટોબરના રોજ સંયુક્ત આરબ અમિરાતના દુબઈમાં એક નવું હિંદુ મંદિર ઓફિશિયલી લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ભારતના શીર્ષ ગણમાન્ય લોકોની હાજરીમાં આ ભવ્ય મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ હિંદુ મંદિર જેલેબ અલીમં અમિરાતના કોરિડોર ઓફ ટોલરન્સમાં આવેલું છે. મંદિર 70000 સ્ક્વેર ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલું છે. મંદિરના ઉદ્દઘાટન સમારોહમાં 200થી વધારે લોકો હાજર રહ્યા હતા. આ ઉદ્દઘાટન સમારોહમાં યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહયાન બિન મુબારક, યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીર, સોશિયલ રેગ્યુલેટરી એન્ડ લાયસન્સ એજન્સી ફોર કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ ડૉ. ઉમર અલ મુથન્ના, દુબઈ હિંદુ મંદિરના ટ્રસ્ટી રાજી શ્રોફ પણ સામેલ થયા હતા. આ મંદિરની ખાસ વાત એ છે કે તેના પરિસરમાં ચર્ચ, ગુરુદ્વારા સહિત ઘણા ધાર્મિક સ્થળો છે.

મંદિરના ઉદ્દઘાટન સમારોહને સંબોધિત કરતા રાજદૂત સંજય સુધીરે કહ્યું કે, આ ભારતીય સમુદાય માટે એક સ્વાગત યોગ્ય ખબર છે કે આજે દુબઈમાં નવા હિંદુ મંદિરનું ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યું છે. તેનાથી યુએઈમાં રહેતા હિંદુઓની મોટી વસ્તીની ધાર્મિક આકાંક્ષાઓની પૂર્તિ થશે. આ નવું મંદિર એક ગુરુદ્વારામાં સમેટાયેલું છે, જેને 2012માં ખોલવામાં આવ્યું હતું.

દુબઈનું આ મંદિર બધા ધર્મો માટે એક આધ્યાત્મિક હબ છે. મંદિરમાં હિંદુ ધર્મના 16 જેટલા દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મુખ્ય કક્ષ સિવાય એક જ્ઞાન કક્ષ અને અન્ય ધાર્મિક ગતિવિધિઓ માટે સામુદાયિક કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, આ નવું મંદિર સવારે સાડા છ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવશે. મંદિરમાં રોજના 1000 થી 1200 લોકો ભેગા થઈ શકે છે.

કોવિડ-19 હોવા છતાં દુબઈ સરકારની મદદથી મંદિરનું નિર્માણ થઈ શક્યું છે. આ મંદિર ખરેખરમાં દુબઈ સરકારના સહયોગનું ઉદાહરણ છે. 1958માં સૌથી પહેલી વખત હિંદુ મંદિર બનીને તૈયાર થયું હતું, જેના કારણે અમે ઘણું સન્માનિત મહેસૂસ કરીએ છીએ. 1958માં 6000 જેટલા હિંદુઓ રહેતા હતા, જે આંકડો આજે વધીને 33 લાખ પર પહોંચી ગયો છે. ઘણા બધા દુબઈને પોતાનું બીજું ઘર માને છે. મંદિરની મૂર્તિઓ મંડલા ડિઝાઈનથી પ્રેરિત છે. મંદિરના આર્કિટેક્ચર કન્સલ્ટન્ટ સુભાષ બોઈતેએ પોતાના 45 વર્ષના અનુભવનો ઉપયોગ કરી આ મંદિર નિર્માણમાં પોતાનો ફાળો આપ્યો છે.

મંદિરમાં ક્યુઆર કોડ અપોઈન્ટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને લગભગ બે લાખ જેટલા લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી. આ વર્ષના અંત સુધીમાં તે એક વિશેષ સમુદાય કેન્દ્ર બની જશે, જ્યાં પ્રાર્થના, નામકરણ અને લગ્ન જેવા હિંદુ કાર્યક્રમ પણ કરી શકાશે. વિવિધ ભગવાનની મૂર્તિઓ સહિત અન્ય એક રૂમમાં શીખોનો પવિત્ર ગુરુ ગ્રંથ સાહેબને રાખી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp