વસંત પંચમીના દિવસે કુંભસ્નાન કરવા માટે હરિદ્વાર જતા હો તો પહેલા આ વાંચી લો

PC: fabhotesl.com

હરિદ્વારમાં આ વખતે 12 ના બદલે 11 વર્ષમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. કુંભના આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે તંત્ર તૈયારીઓમાં મચી પડ્યું છે. આ સાથે સુવિધાનું ખાસ ધ્યાન રાખવાનો તંત્રનો હેતું રહ્યો છે. કોરોના વાયરના સંક્રમણ વચ્ચે કુંભનું આયોજન એક પડકાર સમાન છે. એવામાં રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.

શાહી સ્નાન માટે પુરતી તકેદારી રાખવામાં આવી છે. તા.11 ફેબ્રુઆરીના રોજ મૌની અમાસ અને તા. 16 ફેબ્રઆરીના રોજ વસંત પંચમી છે. આ દિવસના સ્નાનને શુભ સ્નાન માનવામાં આવે છે. પણ આ વખતે આ સ્નાન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર થશે. સ્નાન કરવા માટે બહારથી આવતા શ્રદ્ધાળુઓને RTPTCનું ચેકઅપ કરાવી નેગેટિવનો રીપોર્ટ સાથે લાવવો ફરજિયાત છે. જે રીપોર્ટ 72 કલાક સુધી માન્ય ગણાવો જોઈએ. જે વ્યક્તિ પાસે આવો નો નેગેટિવનો રીપોર્ટ નહીં હોય એમને હરિદ્વારની બોર્ડરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. જ્યારે હરિદ્વારમાં વસતા સ્થાનિકોને આ રીપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે.

હરિદ્વાર કુંભમેળાનું નોટિફિકેશન જાહેર ન થતા જિલ્લા વહીવટી તંત્ર મેળા અધિષ્ઠાનની મદદથી સ્નાન સંપન્ન કરાવશે. હરિદ્વાર જિલ્લા અધિકારી સી. રવિશંકરે જણાવ્યું કે, મૌની અમાસ અને વસંત પંચમી સ્નાન માટે જિલ્લા વહીવટી તંત્રના સ્તરેથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હરિદ્વારની બોર્ડર પરથી બહારના શહેર કે રાજ્યમાંથી આવતા શ્રદ્ધાળુઓનો કોરોના રીપોર્ટ તપાસવા માટે એક ચેકપોસ્ટ નજીક હોલ્ડઅપ એરિયાની પસંદગી કરવામાં આવી છે. જેથી તપાસ દરમિયાન હાઈવે પર કોઈ પ્રકારનો ટ્રાફિક જામ ન થાય.

સ્નાનને લઈને કેન્દ્ર સરકારની SOP અને રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. ગંભીર રીતે બીમાર, તાવ, શરદી, ઉધરસથી પીડિત સાથે 65 વર્ષથી વધારે અને 10 વર્ષથી ઓછી ઉંમરના શ્રદ્ધાળુઓને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત નક્કી કરેલી ગાઈડલાઈન્સ અનુસાર હરિદ્વારમાં પ્રવેશ કરનારા શ્રદ્ધાળુ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત છે. જો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો કાયદેસરની કાર્યવાહી થશે. જિલ્લાના બોર્ડર વિસ્તારની અંદર કોવિડકેર સેન્ટરની સાથોસાથ તપાસ કરવા માટે એક મોબાઈલ લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ્ય અને અતિ જરૂરી કેસમાં સ્થળ પર જ તપાસ કરી પગલાં ભરાશે. ખાસ કરીને આ બે દિવસ દરમિયાન સ્થાનિકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો સ્થાનિકો સ્નાનના દિવસ કરતા એક કે બે દિવસ પહેલા બહાર ગયા હશે તો એને પણ આ ટેસ્ટ કરાવવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp