કષ્ટભંજન દેવનો હિમાલયની થીમનો અવતાર, તમે પણ જુઓ 7 તસવીરો

PC: facebook.com/SalangpurHanuman

શિયાળામાં હાલ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઇ ચુકી છે.તેવામાં બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ઠંડી લાગી હોય તેમ રૂનો શણગાર કરવામાં આવ્યો હતો.

હનુમાન દાદાને ઠંડી લાગી હોય અને રૂ નો શણગાર કરાયો હતો. દાદાની મૂર્તિ તથા આખા ગર્ભગૃહને રૂ થી ભરી દેવામાં આવ્યું હતું.

આ રૂનું શણગારથી દાદા હિમાલયમાં બિરાજમાન હોય તેવું પ્રતીત થતું હોય તેવું દેખાઈ રહ્યું હતું.

દાદાની પ્રતિમાને ગરમ કપડાં પહેરાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ અહીં સુંદર લાઈટના કારણે ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા, જે સૌ કોઈએ મંત્રમુગ્ધ કરનાર હતા.

ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું.મોટી સંખ્યામાં સારંગપુર ધામ ખાતે દર્શનાર્થીઓ આવતા હોય છે. આજે શનિવારના દિવસે કષ્ટભંજન દેવના દર્શનાર્થે લોકો ચાલીને પણ આવતા હોય છે.

દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ ભગવાનના સુંદર ધામના અને આ થીમ જોઈને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સાળંગપુર ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેવામાં ભક્તોઓએ વહેલી સવારે દિવ્ય રૂપના દર્શન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp