ઈસુએ કહેલું- શત્રુઓ સાથે સ્નેહ અને દુ:ખ આપનારા સાથે સહાનુભૂતિ હોવી જોઇએ...

PC: nytimes.com

વિશ્વ માટે ભગવાન ઇસુ સત્યના માર્ગ પર જવાની શીખામણ આપે છે. જેમાં તેમણે ઘણાં એવા સંદેશનું પણ વર્ણન કર્યું છે જે દ્વારા લોકો પોતાના જીવનમાં પોઝિટિવ વિચારથી આગળ વધે છે. ત્યારે આજે ફરીવાર ભગવાન ઇસુ દ્વારા કહેવામાં આવેલી કેટલીક વાતો જણાવીશું. ભગવાન ઈસુ દ્વારા જીવનના મૂલ્યોમાં આમ તો દરેક કુદરતી સંરચના માટે લાગણીના સંબંધનો ઉલ્લેખ છે, પરંતુ ચાર પ્રમુખ મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે.

પહેલો મુદ્દો

જીવનમાં પૂરી આસ્થા. જ્યાં સુધી સ્વયંમાં અને પ્રકૃતિમાં વિશ્વાસ નથી બનતો ત્યાં સુધી અસ્તિત્વને સંકટથી બહાર નથી માનવામાં આવતું. તમામ ધર્મોમાં આ આવશ્યતાને પ્રમુખતાની સાથે રેખાકિંત કરવામાં આવે છે.

બીજો મુદ્દો

જે રીતે સ્વયંથી પ્રેમ કરો છો એવી જ રીતે બધાં સાથે મિત્રતા રાખવી જોઇએ. આ સંદર્ભમાં પાડોસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરિવારના બાદ જો જીવનમાં પહેલો વ્યવહાર કોઇ સાથે હોય છે તો તે પાડોસી હોય છે. જીવનથી પ્રેમ સ્વયંથી શરૂ થઇને જો સમગ્ર દુનિયા સુધી ફેલાય છે તો અસ્તિત્વનું શિક્ષણ વધુ મજબૂત બને છે.

ત્રીજો મુદ્દો

શત્રુઓ સાથે સ્નેહ અને દુ:ખ આપનારા સાથે સહાનુભૂતિ હોવી જોઇએ. આ ત્રીજા મુદ્દો જીવન મુલ્યનો ધ્યેય ખૂબ સ્પષ્ટ છે કે આ રીતે ઘાતની અસર ઓછી થાય છે અને જીવનમાં સુરક્ષા વધે છે, કારણ કે હિંસાનું સમાધાન હિંસાથી ના કરવું જોઇએ.

ચોથો મુદ્દો

છેલ્લો સંદેશ ખ્રિસ્તી ધર્મમાં પણ નહીં હિન્દુ ધર્મમાં પણ મહત્વ ધરાવે છે, જેવું કરશો તેવું ફળ મળશે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં પણ આ ભાવ છે, ફક્ત તેજ વ્યક્તિ બધાની અપેક્ષા શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે જે સંપૂર્ણ નિ:સ્વાર્થ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp