વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરે જાહેરમાં કેક કાપી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી

PC: DainikBhaskar.com

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ વધી હતી. તો કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો હતો. હાલ બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી ગયું છે અને પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઓછી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરની આશંકાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ત્યારે સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે પરંતુ ભાજપના નેતાઓને આ નિયમો લાગુ પડતા જ ન હોય તેવા દૃશ્યો અવાર નવાર સામે આવ્યા છે. નેતાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોય તેવું સામે આવે છે. તો ક્યારેક ભાજપના કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો હોય તેવું સામે આવે છે. ત્યારે આવું જ જ કંઈક વડોદરામાં સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટરે પોતાની મેરેજ એનિવર્સરી જાહેરમાં કેક કાપીને અને દહીંહાંડીના કાર્યક્રમની ઉજવણી કરી હતી. વડોદરા શહેરના વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શ્વેતા ચૌહાણના પતિ અને તેમનાં શુભેચ્છકો દ્વારા જાહેરમાં કેક કટીંગ કરીને એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેક કટિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેલા એક પણ વ્યક્તિએ મોઢા પર માસ્ક પહેર્યુ ન હતો. આ ઉપરાંત સામાજીક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો.

કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન જ ભાજપના કોર્પોરેટર દ્વારા મેરેજ એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હતા.

તો બીજી તરફ થોડા દિવસો પહેલાં જ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હેમિષા ઠક્કરે પણ જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. એટલે નેતાઓ જ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડીને આ પ્રકારે જાહેરમાં જન્મદિવસની અને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. ત્યારે શું કોરોનાની ગાઈડલાઈનનું પાલન માત્ર જનતા માટે જ છે તે બાબતે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp