ધંધા રોજગારમાં સફળતા માટે કઇ દિશામાં મોઢું રાખીને બેસવું જોઇએ, શું કહે છે વાસ્તુ

PC: fnp.com

દરેક માણસ પોતાની કરિયરની સફળતા માટે,ઘરની સુખ શાંતિ માટે, સંપત્તિ મેળવવા માટે કે યોગ્ય જીવનસાથી પ્રાપ્ત કરવા માટે કોઇને કોઇ વિદ્યાનો સહારો લેતો હોય છે.ખાસ કરીને ઘર કે ઓફીસમાં શું કરવાથી ફાયદો થાય તેની શોધખોળ માણસ કરતો રહે છે. આજે અમારે તમને વાસ્તુ શાસ્ત્રની વાત કરવી છે. આમ તો આ વિષય નવો નથી, પરંતુ કદાચ આ જાણકારી તમારી જીવનમાં ઉમંગ અને પ્રકાશ રેલાવી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર એવી વિદ્યા છે જેમાં જયોતિષનો સબંધ પણ જોવા મળે છે.બધા લોકો માટે બધી દિશા શુભદાયી હોય શકે એવું બનતું નથી. કોઇકના માટે કોઇક દિશા ફાયદાકારક હોય તો એ જ દિશા બીજા માટે નુકશાનદાયી હોય શકે છે. તો એવામાં જયોતિષ અને વાસ્તુ શાસ્ત્રના હિસાબે સાચી દિશા નિર્ધારિત કરીને કરિયર અને પૈસાના મામલે લાભ મળી શકે તે જાણીએ. 

તમે કોઇ પણ નવા કામની શરૂઆત કરવા જાઓ તો ઉત્તર દિશા તરફ મોંઢુ રાખવું. ઉત્તર દિશાને સફળતાની દિશા માનવામાં આવે છે. જયારે તમે ઘરમાં પૂજા કરતા હો ત્યારે દિશાનો એક પ્રભાવ હોય છે. વાસ્તુ શાસ્ત્રના કહેવા મુજબ ઘરમાં પૂજા કરતી વખતે પૂજા કરનારે મોઢું પશ્ચિમ દિશા તરફ રાખવું જોઇએ. જો આ શકય ન હોય તો તમે પૂર્વ દિશા તરફ પણ મોઢું રાખીને પૂજા કરી શકો છો.

વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પણ વાસ્ત્રુ શાસ્ત્રનું મહત્ત્વ દર્શાવાયું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ વિદ્યાર્થીઓએ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને અભ્યાસ કરવો જોઇએ, જે વિદ્યાર્થી પૂર્વ દિશામાં મોઢું રાખીને ભણે છે તેને ચોકકસ સફળતા મળે છે. દુકાન અથવા ઓફિસમાં કામ કરતા પ્રમુખ અથવા બોસ હોય તેનું મોઢું હમેંશા ઉત્તર દિશા તરફનું હોવું જોઇએ.

એને કારણે ચોકકસ કામ અને ધંધામાં સફળતા મળી શકે છે. ઘરના રસોડામાં જો તમે રસોઇ બનાવતા હો તો તમારું મોઢું પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોય તો તેને શુભ માનવામાં આવે છે. જમવા માટે પણ વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જો તમે સાચી દિશા તરફ બેસીને ભોજન કરો તો તમારામાં ઉર્જાનો સંચાર થતો હોય છે. ભોજન લેતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોંઢુ રાખો.    

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp