મા દૂર્ગાની હસતી મૂર્તિ સોશિયલ મીડિયા પર છવાઈ, જોઈને દૂર થઈ જશે નિરાશા

PC: news18.com

નવરાત્રીના પર્વની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઘરોમાં માટલીની સ્થાપના થાય છે તો પંડાલોમાં દેવી માની મૂર્તિઓ રાખવામાં આવે છે. કોરોના ગાઈડલાઇન મુજન આ વખતે પણ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આ દરમિયાન છિંડવાડાનું નાનકડું ગામ સિંગોડીના રહેવાસી કલાકાર પવન પ્રજાપતિએ માતા રાણીની હસતી મૂર્તિ બનાવી છે જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. મા દુર્ગાની આ અનોખી મૂર્તિને જોઈને ન માત્ર શાંતિ મળશે પરંતુ તેઓ તમારી પાસે હોવાનો આભાસ પણ કરાવશે.

મા દુર્ગાની આ અદ્દભુત મૂર્તિ કોરોના કાળમાં દુઃખમાંથી હસતા બહાર આવવાનો સંદેશ આપી રહી છે. પવનને હસતી મા દુર્ગાની પ્રતિમા બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેણે સિંહને હસતા જોયો. પવન છિંડવાડાના સિંગોડી ગામનો રહેવાસી છે. તેણે આ મૂર્તિની કલ્પના કરી અને પછી કલ્પનાને સાકાર કરી. મા દુર્ગાની આ મૂર્તિ નરસિંહપુરથી લગભગ 25 કિલોમીટર દૂર બરેટા ગામમાં સ્થાપિત કરવામાં આવી છે. માની અનુપમ છબી કલાકોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

પવને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેણે પિતા પાસે મૂર્તિકળા શીખી છે. કામમાં ડૂબી જવાના ઝનૂને તેને ઓછા સમયમાં ખ્યાતિ અપાવી દીધી છે. પવને જણાવ્યું કે તેના દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓ આજે ઘણા જિલ્લાઓમાં જાય છે. લોકોને તેનું કામ પસંદ આવી રહ્યું છે. લોકો કેટલાક મહિના પહેલા જ બુકિંગ કરી દે છે, તેના જણાવ્યા મુજબ ગણેશોત્સવના લગભગ 2 મહિના પહેલા જ તેની મૂર્તિ વેચાઈ જાય છે. ત્યારબાદ પવન ખૂબ સાવધાનીથી બધા પંડાલોને મૂર્તિઓ વિતરિત કરે છે. પવનને હસતી પ્રતિમા બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેણે સિંહને હસતા જોયો.

તેણે હંમેશા પિતાની મૂર્તિઓમાં ખૂંખાર નહીં માસૂમ સિંહ જોયો. તેના ઘરથી મૂર્તિઓમાં સિંહ અને રાક્ષસ હસતા જ નીકળતા હતા. બસ એ જ હાસ્યને માતા રાણીના ચહેરા પર લાવવાનો પ્રયત્ન પવને કર્યો છે. તેના કામને બાળપણથી જોતા આવતા પાડોશીઓએ જણાવ્યું કે પવનની કળા પર આખા ગામને ગર્વ છે. તેના કારણે તેમના ગામનું નામ દૂર દૂર સુધી રોશન થઈ રહ્યું છે. પાડોશીઓ કહે છે કે કળાની કોઈ કિંમત નથી હતી અને કલાકાર જે પણ કરે છે તે પ્રાણ અને પ્રણમાં ડૂબીને કરે છે. કદાચ આ જ કારણ છે કે પવન દ્વારા બનાવવામાં આવેલી નવી મૂર્તિઓ આખા દેશમાં છવાઈ ગઈ છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp