વૈષ્ણો દેવીના ભક્તો માટે મોટા સમાચાર, યાત્રા દરમિયાન આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ

PC: facebook.com/vaishnodevi51

હવે વૈષ્ણો દેવીની યાત્રા દરમિયાન કેમેરા, લેપટોપ અને ટેબ લઈ જવા પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓને કટડામાં જમા કરાવવા પડશે. તેને લઈને શ્રાઇન બોર્ડ પ્રશાસને SOP જાહેર કરી દીધું છે. જો કે, મોબાઈલ ફોન લઈ જવા પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. શ્રાઇન બોર્ડ પ્રશાસનનું કહેવું છે કે, મોબાઈલ ફોનથી શ્રદ્ધાળુ પોતાના સ્વજનો સાથે સંપર્કમાં રહે છે. આ સંબંધમાં માતાનું દર્શન કરવા આવી રહેલા શ્રદ્ધાળુઓને જાગૃત કરવા કટડામાં સ્થાપિત સૂચના કેન્દ્રથી અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

સુરક્ષા કારણોને લઈને પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે વૈષ્ણો દેવી ભવન અને યાત્રા રાષ્ટ્ર વિરોધી તત્વોના નિશાના પર છે. ઉલ્લેખનીય છે કે આખા દેશથી આવતા શ્રદ્ધાળુઓએ પોતાના વીડિયો કેમેરા, ડિજિટલ કેમેરા, લેપટોપ, ટેબ વગેરે જેવા ઉપકરણ કટડામાં જ પર્યટન વિભાગ કે શ્રાઇન બોર્ડના ક્લાસ રૂમમાં જમા કરાવવા પડશે. એ સિવાય હોટલ અને ગેસ્ટ હાઉસ કે ધર્મશાળામાં જ્યાં શ્રદ્ધાળુ રોકાશે, ત્યાં પણ જમા કરાવી શકે છે. જો એવા ઉપકરણો શ્રદ્ધાળુ ભવન તરફ લઈ જવા માગે છે તો પહેલા શ્રાઇન બોર્ડ અને પોલીસ વિભાગ પાસે મંજૂરી લેવી પડશે.

જો કે, ઘણા વર્ષોથી ભવન માર્ગ પર વીડિયો કેમેરા કે ડિજિટલ કેમેરા વગેરે લઈ જવું પહેલાથી જ પ્રતિબંધ છે, પરંતુ હાલમાં જ શ્રાઇન બોર્ડ દ્વારા SOP જાહેર કરીને લેપટોપ અને ટેબને પણ ભવન માર્ગ પર લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેને લઈને પોલીસ વિભાગ પાસે સહયોગ માગ્યો છે. એટલે તમે પણ જ્યારે માતા વૈષ્ણો દેવીના દર્શન માટે જાવ તો એ સુનિશ્ચિત કરી લો કે ક્યાંક તમે પોતાની સાથે લેપટોપ કે ટેબ તો લઈને નથી જઈ રહ્યા ને.

વૈષ્ણો દેવીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવવાના કારણે માતા વૈષ્ણો દેવી યાત્ર ટ્રેક અને શ્રીમાતા વૈષ્ણો દેવી ભવન પર દેખરેખ અને ભીડ સંચાલનના ઉદ્દેશ્યથી 500 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કટરા અને ભવન વચ્ચે, પોની, પિટ્ટુ ને પાલકી સેવા શરૂ છે. હેલિકોપ્ટર અને બેટરી કારનું પરિચાલન પણ શરૂ છે. તેની સાથે જ પ્રદેશના બાકી ધાર્મિક સ્થળો પણ ખોલી દેવામાં આવ્યા છે જેમાં બાબે મંદિર, રઘુનાથ મંદિર, શિવ ખોડી સહિત બાકી દેવી-દેવતાઓના મંદિર પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp