પડધરી તાલુકા ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું, આની પાછળ સાંસદ હોવાનું કહ્યું

PC: DainikBhaskar.com

રાજકોટના પડધરી તાલુકામાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે. ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા એકાએક પોતાનું રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તાલુકા પ્રમુખ દ્વારા રાજીનામું આપ્યા બાદ એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યુ હતું. જેમાં તેમણે પક્ષ સામે નારાજગી ન હોવાનું જણાવ્યું હતું અને રાજીનામું ભાજપના સાંસદના કહેવાથી આપ્યું હોવાનું જણાવ્યું હતું. સાંસદના કહેવાથી તાલુકા પ્રમુખના રાજીનામાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને તાલુકા પ્રમુખનું રાજીનામું પડતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજકોટની પડધરી તાલુકા પંચાયત પર ભાજપનું શાસન છે પરંતુ ભાજપમાં રહેલા આંતરિક જૂથવાદના કારણે ભાજપે જિલ્લા પંચાયતની એક બેઠક ગુમાવી છે. ત્યારે રાજકોટની પડધરી તાલુકાના ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ એક પોતાનું રાજીનામું ધરી લીધુ હતું. હઠીસિંહ જાડેજાના રાજીનામાના કારણે પડધરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજીનામુ આપવા બાબતે હઠીસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમને રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાના કહેવાથી રાજીનામું આપ્યું છે તેઓ ભાજપથી નારાજ નથી.

હઠીસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. મોહન કુંડારીયા સાંસદ સભ્ય છે અને તેમના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે. મને પાર્ટી પ્રત્યે કોઈ અસંતોષ નથી. હું છેલ્લા 35 વર્ષથી ગામના સરપંચ તરીકે પણ રહ્યો છું. અને 1981થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. મારે હવે ભાજપ કહે તેમજ કરવાનું થાય છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની એક સીટ અમારી છે અને તાલુકા પંચાયત અમારી પાસે છે.

તાલુકા પંચાયતમાં 11 સીટ છે. પડધરી ભાજપમાં એક ટકો પણ જૂથવાદ નથી. બધાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેના કારણે 11 સીટો ભાજપને મળી હતી. મને સાંસદ મોહન કુંડારિયાએ એવું કહ્યું કે, તમારે રાજીનામું આપવું પડશે એટલે મે સ્વેચ્છા એ મારૂ રાજીનામું આપી દીધું. અમને કોઈ પણ તકલીફ નથી. આગળ પણ મારે ભાજપનું કામ કરવાનું છે અને છેલ્લા 42 વર્ષથી પણ ભાજપનું કામ કરતો આવ્યો છું. હું 100 ટકા ભાજપનું જ કામ કરીશ તેમાં કોઈ શંકા નથી.. આ ઉપરાંત એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ભાજપના નેતા હઠીસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ દ્વારા રાજીનામું માગવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ રાજીનામા કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp