26th January selfie contest

આજે દેખાશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, ભારતમાં આ 2 જગ્યાએ દેખાશે

PC: space.com

વર્ષ 2021નું પહેલું સૂર્ય ગ્રહણ 10 જૂનના દિવસે એટલે કે આજે દેખાવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્ય ગ્રહણ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દેખાવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ દિવસે શનિ જયંતિ પણ છે. આથી, આ વખતે સૂર્ય ગ્રહણ ઘણી બાબતોથી ખાસ છે. ભારતમાં આ સૂર્ય ગ્રહણ આંશિકરીતે દેખાશે. ભારતીય સમય અનુસાર, સૂર્ય ગ્રહણ બપોરે 1 વાગીને 42 મિનિટથી શરૂ થઈને 6 વાગીને 41 મિનિટે પૂર્ણ થશે. સૂર્ય ગ્રહણની અવધિ આશરે 5 કલાકની રહેશે. આ સૂર્ય ગ્રહણ ઉત્તરી અમેરિકા, યુરોપ, એશિયા, એટલાન્ટિક મહાસાગરના ઉત્તરી ભાગમાં આંશિકરીતે દેખાશે જ્યારે ગ્રીનલેન્ડ, ઉત્તરી કેનેડા અને રશિયામાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. ભારતમાં આ સૂર્ય ગ્રહણ માત્ર લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશના અમુક ભાગોમાં જ દેખાશે. આથી, ત્યાંના લોકોએ સૂર્ય ગ્રહણ દરમિયાન સૂતક કાળ માનવાની જરૂર છે. આ ઉપરાંત, બાકીના ભારતના લોકો પર સૂર્ય ગ્રહણ દરમિયાન સૂતક કાળ માન્ય નહીં રહેશે.

જ્યોતિષ અનુસાર, આ વખતે સૂર્ય ગ્રહણના દિવસે ઘણી વસ્તુઓ એક સાથે બનશે, જેનો પ્રભાવ તમારા જીનવ પર ઘણી રીતે પડશે. સૂર્ય ગ્રહણ માત્ર અરૂણાચલ પ્રદેશમાં જ દેખાશે. એવામાં ત્યાંના લોકોએ આ દરમિયાન શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. આ વાત પર વિચાર કરવાની આવશ્યકતા છે. તો તમે પણ જાણી લો કે સૂર્ય ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ. આ સૂર્ય ગ્રહણ દરમિયાન અરૂણાચલ પ્રદેશના લોકોએ પોતાના ઈષ્ટ દેવનું ધ્યાન ધરવું. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા. સૂર્ય ગ્રહણ દરમિયાન જાપ અને હવન કરવાનું શુભ માનવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ બાદ સ્નાન કરવું અને દાન કરવું. જ્યોતિષ અનુસાર, સૂર્ય ગ્રહણમાં દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દાનમાં ખાવાની વસ્તુને સામેલ કરવી. તમે ચોખા, લોટ, દાળ, ઘી, ગોળ, મીઠું, શાકભાજી વગેરેનું દાન કરી શકો છો. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, એટલી ભોજન સામગ્રી દાન કરવી કે એક પરિવારના 3થી 4 લોકો પેટ ભરીને ભોજન કરી શકે. સૂર્ય ગ્રહણ બાદ ભોજન સામગ્રી કોઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને આપી દો. તેને કારણે શુભ ફળની પ્રાપ્તિ થશે. જ્યોતિષમાં ગ્રહણનું ખૂબ જ મહત્ત્વ હોય છે. જ્યાં ગ્રહણ દેખાય છે, ત્યાં સૂતક કાળ માન્ય હોય છે. આથી, અરૂણાચલ પ્રદેશને છોડીને બાકી ભારતમાં ક્યાંય પણ સૂર્ય ગ્રહણના સૂતક કાળના નિયમો લાગૂ નહીં પડશે અને કોઈ કામ પર કોઈ પાબંધી પણ નહીં હશે.

વિજ્ઞાન અનુસાર, ગ્રહણ એક ખગોળીય ઘટના છે પણ ધાર્મિક રીતે ગ્રહણને અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન કોઇપણ શુભ કામ કરવાની મનાઇ હોય છે. આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 10 જૂનના રોજ ગુરુવારે લાગશે. ખાસ વાત એ છે કે, આ સૂર્ય ગ્રહણ વલયાકાર સૂર્ય ગ્રહણ રહેશે. આ વખતનું સૂર્ય ગ્રહણ ભારતમાં આંશિક રીતે દેખાશે. ભારતીય સમય અનુસાર, ગ્રહણ બપોરે 1 વાગ્યાના 42 મિનિટથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યે 41 મિનિટ પર સમાપ્ત થશે.

વૈજ્ઞાનિકો અનુસાર, જ્યારે સૂર્યનો લગભગ 99 ટકા ભાગ ચંદ્રમાની છાયામાં છુપાઇ જાય છે અને સૂર્ય જાણે ચમકતી ચારણી જેવો દેખાય છે. જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ભલે ગ્રહણ ભારતમાં જોવા ન મળે પણ તેનો પ્રભાવ દેશના દરેક લોકો પર પડી શકે છે. એવામાં આ રાશિઓ આર્થિક રીતે પ્રભાવિત થશે. જાણો ગ્રહણની સૌથી વધુ અસર કઇ રાશિઓ પર જોવા મળશે.

વૃષભ

આ વખતનો સૂર્ય ગ્રહણ આ રાશિમાં થવા જઇ રહ્યો છે. ગ્રહણ દરમિયાન આ રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, કારણ વિના ખર્ચ કરો નહીં. ગ્રહણના દુષ્પ્રભાવના કારણે વર્ષના અંતમાં નોકરી વેપારથી જોડાયેલા મામલાઓમાં નુકસાન થઇ શકે છે. કોઇ નવા કામમાં રોકાણ કરવાથી બચો. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધ માટે આ સમય સારો નથી.

મિથુન

સૂર્ય ગ્રહણનો પ્રભાવ આ રાશિના લોકો માટે અશુભ ફળ આપી શકે છે. નોકરી વર્ગના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પૈસાની આપ-લેથી બચો. લોન લેવાની સ્થિતિ આવી શકે છે. કોઇપણ કામને સમજી વિચારીને કરો. આ રાશિના લોકોએ થોડા સમય માટે વેપાર સંબંધી નિર્ણયો લેવા જોઇએ નહીં. કોઇ મોટો નિર્ણય લેતા પહેલા મિત્ર કે પરિવારની સલાહ લો.

સિંહ

આ રાશિ માટે પણ ગ્રહણ શુભ નથી. ગ્રહણ દરમિયાન આ રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવાની જરૂર છે. શારીરિક કષ્ટ આવી શકે છે. આંખ સંબંધી સમસ્યા આવી શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં નુકસાનીની સંભાવના છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. આ દરમિયાન નોકરી બદલવાને લઇ કોઇ પણ નિર્ણયથી બચો. ધન હાનિના યોગ છે. કોર્ટના ચક્કરમાં ફસાઇ શકો છો. માટે સમજી વિચારીને નિર્ણય લો.

તુલા

આ રાશિના લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં અસફળતા હાસલ થઇ શકે છે. મન તણાવગ્રસ્ત રહેશે. નોકરી ધંધામાં હાનિ થવાની સંભાવના છે.

મકર

આ રાશિના લોકો માટે ગ્રહણ શુભ નથી. પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે. કરિયર ક્ષેત્રમાં વધારે મહેનત કરવાની જરૂર છે. નોકરી બદલવાના નિર્ણયને થોડા સમય માટે રોકી લો. વેપારમાં લાભના યોગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp