મહાશિવરાત્રિએ શિવજી સાકાર થયા, ગુજરાત નજીક દરિયા કિનારે પણ રેતીના શિલ્પો

PC: khabarchhe.com

દરિયા કિનારા પર રેતીના શિલ્પોની વાત આવે ત્યારે આપણને ઓરિસ્સાના દરિયાકિનારે બનાવાતા શિલ્પો જ યાદ આવે છે પરંતુ હવે ગુજરાત- મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા દરિયા કિનારા પર પણ આવા શિલ્પો બનવા લાગ્યા છે. પરંતુ તે હાલ શિવરાત્રિ પર બને છે.

ઉંમરગામ તાલુકા ને લાગી ને આવેલા મહારાષ્ટ્ર ના ઝાંઇ ના દરિયા કિનારે યુવાનો અને દ્વારા મહાશિવરાત્રી ના તહેવાર નિમિતે શિવજી ની મૂર્તિઓ બનાવી ને તેનું પૂજન કરવામાં આવ્યું હતું. ઝાઈ અને બોરડી ના યુવાનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષો થી મહાશિવરાત્રી ના દિને ભગવાન શિવજી માતા પાર્વતી ગણપતિ ની મૂર્તિઓ દરિયાઈ કિનારે બનાવી ને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.અને આ મૂર્તિઓ ને જોવા ઝાઈ અને તેની આજુ - બાજુ ના વિસ્તાર માંથી પણ મોટી સંખ્યા માં લોકો ઉમટી પડે છે.


ગુરુવારે મહાશિવરાત્રી ના દિને ઝાઇ ના દરિયાકિનારે દરિયાઈ માટી માંથી ત્યાંના શિવભક્તો અને યુવાનો દ્વારા દરિયા કિનારે શિવજીની મૂર્તિઓ બનાવતા સવારથી જ લોકો શિવજી ની મૂર્તિ ને જોવા અને તેની પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા.

આ કળાને ગુજરાતમાં પણ વિકસાવી શકાય છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટરથી વધુનો દરિયા કિનારો છે. જો ગુજરાતના યુવાનોને આ પ્રકારના શિલ્પો બનાવવાની તાલીમ આપીને આ કામ કરાવવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળી શકે છે. ગુજરાત પાસે તો હવે દુનિયામાં રેટિંગ અપાય તેવા શિવરાજપુર જેવા દરિયાકિનારા છે. એટલે પ્રવાસનને વેગ આપવા માટે સરકાર આ દિશામાં વિચારે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp