રામ મંદિર માટે અશોક વાટિકાના પથ્થરનો થશે ઉપયોગ, શ્રીલંકાથી લાવવામાં આવશે શિલા

PC: twitter.com/ANI

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની શરૂઆત થઈ ચૂકી છે અને રામલલાના મંદિરમાં સીતા માતાને પણ ખાસ જગ્યા આપવામાં આવશે. આ ભાવ સાથ મંદિર નિર્માણમાં શ્રીલંકાની અશોક વાટિકા સ્થિત સીતા એલિયાના પથ્થરનો પણ ઉપયોગ થશે. સીતા એલિયા એ સ્થળ છે, જ્યાં સીતા માતાને રાવણે કેદ કરીને રાખ્યા હતા. આ પથ્થરને ભારતમાં નિયુક્ત શ્રીલંકાના રાજદૂત મિલિન્દા મારાગોદાને સોંપી દેવામાં આવ્યો છે. હવે આ પવિત્ર પથ્થરને ભારત લાવવામાં આવશે.

શ્રીલંકા સ્થિત સીતા એલિયાના એક શિલાનો ઉપયોગ અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં સમુચિત જગ્યાએ કરવામાં આવશે. માન્યતાઓ મુજબ સીતા એલિયા એ જગ્યા છે, જ્યાં સીતા માતાને દશાનન રાવણે પોતાની રાજધાનીની એક સુરમ્ય વાટિકામાં 11 મહિના સુધી કેદ કરી રાખ્યા હતા. ત્રણ પહાડોમાંથી એક સુંદર પર્વત પર સ્થિત સીતા એલિયાની એક શિલાને શ્રીલંકાની હાઇકોર્ટ તરફથી હાલના શ્રીલંકાના રાજદૂત મિલિન્દા મારાગોદા ભારત લઈને આવશે.

માન્યતાઓ મુજબ સીતા માતાને અશોક વૃક્ષોથી શણગારેલી એક સુંદર વાટિકામાં રાખવામાં આવ્યા હતા. જ્યાં નાગની ફેણ આકારની ગુફા અને પાસે જ સુંદર ઝરણું પણ છે, જેને સીતા એલિયા ગુફા કહેવામાં આવે છે. વર્તમાનમાં આ જગ્યા પર શ્રીરામ, જાનકીનું એક સુંદર મંદિર છે. આ મંદિરને સીતા અમ્મન કોવિલના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા નુઆરા એલિયામાં ઉદા વેલી સુધી જનારા એક મુખ્ય રસ્તા પર 5 માઇલના અંતર પર સ્થિત છે.

એમ કહેવામાં આવે છે કે સીતા એલિયામાં આજે પણ ભગવાન હનુમાનજીના પગના નિશાન ઉપસ્થિત છે. તેની સાથે જ આ જગ્યા પર સીતા માતા, ભગવાન શ્રીરામ અને લક્ષ્મણની મૂર્તિ રાખવામાં આવી છે. આ ક્ષેત્રમાં આજે પણ અશોકના લાખો વિશાળ ઝાડ ઉપસ્થિત છે. કહેવામાં આવે છે કે આજ કારણે આ વિસ્તારનું નામ અશોક વાટિકા તરીકે ઓળખવામાં આવતી હતી.

સીતા એલિયા પાસેથી એક નદી પણ વહે છે, જેને સીતાના નામે ઓળખવામાં આવે છે. આ નદી પર માટી પીળા રંગની છે, જ્યારે નદીની બીજી બાજુની માટી કાળી છે. એમ કહેવામાં આવે છે કે જ્યારે લંકાને ભગવાન હનુમાનજીએ આગ લગાવી હતી, ત્યારબાદ નદીની બીજીબાજુ માટી કાળી થઈ ગઈ. જોકે આ આગથી અશોક વાટિકાના ક્ષેત્રને નુકસાન નહોતું પહોંચ્યું, એટલે એકતરફની માટી પીળા રંગની રહી ગઈ.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp