પ્રથમ જ્યોર્તિલિંગ મંદિરમાં આવેલા 1500 વર્ષ જૂના બાણસ્તંભનો આવો કંઈક છે ઈતિહાસ

PC: Twitter.com

પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરે તો અનેક લોકો ગયા હશે. દર્શન પણ કર્યા હશે. મંદિર આસપાસના પરિસરમાં બેસીને વિરાટ અને અમાપ જળરાશીને પણ નિહાળી હશે. ઘુઘવાટા મારતો સમુદ્ર અને કિનારે શિવમંદિર. વહેલી સવારે તો એવું લાગે જાણે કોઈ હરિદ્વારના ધાર્મિક સ્થાન પર બેઠા હોઈએ. અહીં આવેલો એક બાણસ્તંભ તો દરેકે જોયો હશે. એના ઉપર લખેલા લખાણ અંગે પણ ચર્ચા કરી જ હશે. પણ એક ખાસ અહેવાલમાંથી જોઈએ આ બાણસ્તંભની કહાણી.

સોમનાથમાં દર વર્ષે લાખ્ખો લોકો દર્શન કરવા માટે આવે છે. મંદિરનું મહત્ત્વ તો સૌને ખબર જ હશે પણ મંદિર પરિસરમાં એક એવું તીર આવેલું છે જેને બાણસ્તંભથી ઓળખવામાં આવે છે. પૃથ્વી જેવા ગોળાર્ધમાંથી આરપાર થઈને નીકળતા આ તીરને થોડી કલ્પના રેખા આપવામાં આવે તો એ સીધું દરિયામાં જાય છે. જે ગોળાર્ધ પર ઈન્ડિયન ઓસન એવું લખ્યું છે. 1500 વર્ષ જૂનો આ બાણસ્તંભ એક દિશાદર્શક સ્તંભ છે. જેના પર સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે आसमुद्रांत दक्षिण ध्रुव, पर्यत अबाधित ज्योर्तिमार्ग. જેનો અર્થ એવો થાય છે કે, આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં એક પણ અવરોધ કે બાધા નથી આવતી.

આ શબ્દનો અર્થ એવો છે કે, આ સીધી રેખામાં કોઈ પર્વત, જમીનનો ટુકડો કે ખીણ પ્રદેશ છે જ નહીં. સતત સમુદ્ર જ છે. આજે ટેકનોલોજીની મદદથી અને જીપીએસ જેવી સિસ્ટમથી કોણ, ક્યાં, કેવી રીતે અને શું છે એ શોધી શકાય છે. પણ આ બાણસ્તંભ સમયની સૂઝણું એક મોટું ઉદાહરણ આપે છે. પણ જ્યારે એક સમયે ટેકનોલોજી ન હતી ત્યારે આવા દિશા સૂચકની મદદથી દરિયાઈ મુસાફરી થતી હતી. સોમનાથ મંદિરમાં ઊભેલો 1500 વર્ષ જૂનો આ બાણસ્તંભ એક સાયન્ટિફિક રિઝન પણ ધરાવે છે. સાયન્સની સમજ આપે છે. એ સમયે જ્યારે કોઈ ટેકનોલોજી ન હતી ત્યારે આ પ્રકારની શોઘ એ ઉત્તમ ઉદાહરણથી કમ નથી. સંસ્કૃતની સાથે અંગ્રેજી ભાષામાં પણ સ્તંભ પર સૂચના લખવામાં આવી છે.  હવે જ્યારે તમે સોમનાથ દર્શન કરવા માટે જાવ ત્યારે મંદિર પરિસરમાં આ સ્તંભ જરૂરથી જોજો. પછી એની જ દિશામાં દરિયા તરફ જોજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp