બાંકેબિહારીના દર્શન માટે લાગી લાંબી લાઇન, નવી વ્યવસ્થા ભક્તો પર ભારે

PC: amarujala.com

વૃંદવનના ઠાકુર બાંકેબિહારી મંદિરમાં ભીડને નિયંત્રિત કરવા માટે મોટા ભાગે વ્યવસ્થામાં બદલાવ થતા રહે છે. એ છતા શ્રદ્ધાળુઓને પરેશાન થવું પડે છે. શનિવારે મંદિરમાં સેવાયત ગોસ્વામીઓ સાથે થયેલી બેઠક બાદ સવારે પોલીસ નવી વ્યવસ્થા લાગૂ કરી દીધી. એ હેઠળ પોલીસે ભક્તોની લાઇન લગાવી દીધી. આ વ્યવસ્થા પણ ભક્તો પર ભારે પડી રહી છે, મંદિરના દરવાજાથી શરૂઆતથી જ લાઇન લગભગ 2 કિલોમીટર સુધી પહોંચી ગઇ.

હજારો ભક્ત લાઇનમાં લાગીને પોતાના આરાધ્યાન દર્શન માટે કલાકો ઊભા રહ્યા. ઘણા શ્રદ્ધાળુ નિરાશ થઇને દર્શન કર્યા વિના જ પાછા જતા રહ્યા. તેમણે પ્રશાસનની વ્યવસ્થાની નિંદા કરી. તેમનું કહેવું હતું કે, કેવી વ્યવસ્થા છે કે શ્રદ્ધાળુઓને પોતાના આરાધ્યાન દર્શન પણ સુલભ ન થઇ શકે. રવિવારે સવારે જ મંદિરના પેટ ખૂલવા અગાઉ હજારો શ્રદ્ધાળુ મંદિર બહાર પહોંચી ગયા. પોલીસ નવી વ્યવસ્થા લાગૂ કરતા શ્રદ્ધાળુઓને લાઇનમાં લગાવી દીધા.

શ્રદ્ધાળુઓની ભીડ એટલી બધી હતી કે લાઇન 2 કિલોમીટર લાંબી થઇ ગઇ. બાંકેબિહારી મંદિરથી શરૂ થયેલી ભક્તોની લાઇન હરિ નિકુંજ ચોક, વિદ્યાપીઠ ચોક સુધી પહોંચી ગઇ. પોતાના આરાધ્યાન દર્શન માટે ભક્તોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. ત્યારે જઇને નંબર આવ્યો. ઘણા શ્રદ્ધાળુ નિરાશ થઇને વચ્ચેથી જ જતા રહ્યા. નવી વ્યવસ્થાના કારણે બાંકેબિહારી મંદિર જનારી ગલીઓમાં ભીડ રહી. શ્રદ્ધાળુઓની લાઇન લાગેલી હોવાના કારણે સ્થાનિક લોકોને નીકળવામાં પરેશાની થઇ.

સ્થાનિક લોકો ઘરોમાં કેદ થઇને રહી ગયા. અવ્યવસ્થાઓની એવી હાલત હતી કે વિદ્યાપીઠ ચોક પર નાળુ ખુલ્લુ હતું, જેમાં ધક્કા-મુકકીના કારણે કેટલીક મહિલાઓ પડી ગઇ, જેથી તેઓ ઇજાગ્રસ્ત થઇ ગઇ. લાઇનમાં લાગેલા શ્રદ્ધાળુ પોલીસ પ્રશાસનની નવી વ્યવસ્થાને કોસતા નજરે પડ્યા. વૃંદવનના ઠાકુર બાંકેબિહારી મંદિર માટે કોરિડોર યોજના લગભગ ફાઇનલ થઇ ગઇ છે. રિપોર્ટ મુજબ 5 એકર જમીન પર કોરિડોર બનવાનો પ્રસ્તાવ તૈયાર થઇ ગયો છે.

અધિકારીઓની ટીમે નક્કી કર્યું છે કે, IITના વિશેષજ્ઞો પાસે તેના માટે DPR તૈયાર કરાવવામાં આવશે. એટલું જ નહીં કોરિડોરની ભવ્યતા કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલથી સારી બનવાની છે. તેના માટે મંદિર માટે જમીન ઠાકુર બાંકેબિહારી મંદિરની નિધિથી ખરીદવામાં આવશે. એ બધા સિવાય વ્યવસ્થાની દેખરેખ માટે ઠાકુર બાંકેબિહારીનું ટ્રસ્ટ પણ બનશે. અધિકારીઓ વચ્ચે બેઠકમાં કોરિડોરની તૈયારીઓને લઇને મંથન થયું. જો કે, અધિકારી તેના પર કઇ બોલવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp