મા અંબા અને ભક્તોને છેતરનારા ચાંદીના વેપારીઓ સામે પગલા કોઇ લેશે? નેતાઓ કેમ ચૂપ?

PC: zeenews.india.com

યાત્રાધામ અંબાજીમાં ભૂતકાળમાં ક્યારેય નહીં ઘટેલી ઘટના પહેલીવાર ઘટી છે. વેપારીઓએ ભક્તોને અને ભક્તોએ માતાજીને છતર્યા છે. છેલ્લા બે વર્ષમાં માતાજીને ચઢાવવામાં આવેલા 386 કિલોગ્રામ પૈકી ચાંદીના 115 કિલોગ્રામ આભૂષણો નકલી નિકળ્યા છે. આ આભૂષણોમાં ચાંદીનો ઉપયોગ નહીં અન્ય ધાતુનો ઉપયોગ થયો છે.

ભારદવી પૂનમના સમયમાં આઠ થી દસ લાખ ભક્તો અંબાજી માતાના દર્શન કરવા ગયા હતા. અંબાજીના બજારમાં આ વળતે એવું બન્યું છે કે જે વેપારીઓએ ભક્તોને ચાંદીના દાગીના આપ્યા છે તે મોટાભાગના નકલી નિકળ્યા છે. માત્ર 10 ટકા દાગીના અસલી છે.

યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે આભૂષણોની ખરાઇ કરાવતાં સોનીઓએ તેને નકલી બતાવ્યા છે. હવે આ આભૂષણોની જાહેરમાં હરાજી કરવામાં આવશે. આભૂષણો કોરોના સંક્રમણના સમયમાં ચઢાવવામાં આવેલા છે. ભંડારાની ગણતરીમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન અને વિવિધ બધા આખડી પૂર્ણ કરવા આવે છે. અંબાજી આવતા માઇ ભક્તો દ્વારા આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો,નેત્ર, માતાજીના પગલા ખરીદી અને માતાજીના ભંડારમાં અર્પણ કરે છે. પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા થાય છે. જે નકલી હોવાની ખૂલ્યું છે.

આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના મુનિમે જણાવ્યું હતું કે ‘વર્ષ 2020 માં મંદિર મહામારીને લઇ મોટા ભાગે બંધ રહ્યું હતું. જેને બાદ કરતા ભંડાર ગણત્રી માં વર્ષ 2019-20માં ભંડારમાં 273 કિલોગ્રામ અને વર્ષ 2021 દરમ્યાન ભંડારમાં 113 કિલોગ્રામ ખોટી ચાંદીનો પૂજાપો એકઠો થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થાને ખોટી ખાખર તરીકે મૂલવી તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. 

અહીં સવાલ એ છેં કે મોટાભાગના લોકો આ બધી વસ્તુઓ સ્થાનિક સ્તરે જ ખરીદાય છે. હવે ટ્રસ્ટે અપીલ કરી છે કે લોકો ચકાસીને જ પછી જ આવી વસ્તુઓ ખરીદે. શું ટ્રસ્ટ આવી રીતે ખોટી વસ્તુઓ વેચતા લોકો સામે પગલા લેવા માટે સરકારમાં રજૂઆત ન કરી શકે. 

લોકોને કેવી રીતે ખબર પડશે કે ચાંદી અસલી છે કે નકલી, કારણ કે તેમની પાસે તો એવી કોઇ વ્યવસ્થા નહીં હોય કે ચકાસી શકે. મંદિર ટ્રસ્ટ ખોટી રીતે વેચાણ કરતા દુકાનદારો સામે પગલા લેવાની રજૂઆત કેમ નથી કરતું. લોકોની માગ છે કે આ બાબતમાં ટ્રસ્ટે આગળ આવવું, આ ઉપરાંત સ્થાનિક નેતાઓ અને સરકારે પણ આ બાબતે તપાસ કરાવીને આવું કરતા લોકો સામે પગલા લેવા જોઇએ. ભવિષ્યમાં આવું ન થાય તે માટેની વ્યવસ્થા પણ કરવી જોઇએ.

આવું પહેલીવાર થયું છે અને આ કોણે કર્યું તેની તપાસ તો સરકારે કરાવવી જ જોઇએ.  

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp