ભગવાન પણ બીમાર પડ્યા હતા તો 14 દિવસ સુધી આઇસોલેટ રહ્યા હતા, જાણો આખી ઘટના

PC: wallpaperaccess.com

કોરોના મહામારીની શરૂઆતમાં જ્યારે 14 દિવસના ક્વોરેન્ટાઇન કે સેલ્ફ આઇસોલેશનનો નિયમ બનાવવામાં આવ્યો હતો ત્યારે લોકોએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું. સવાલ એજ કે 14 દિવસ જ કેમ? ત્યારબાદ ડૉક્ટરો અને વિશેષજ્ઞોએ સમજાવ્યા કે કઈ રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતી બીમારીમાં સંક્રમણનું ચક્ર તોડવું જરૂરી હોય છે. તે માટે 14 દિવસ ક્વોરેન્ટાઇન પિરિયડનું મહત્ત્વ બતાવવામાં આવ્યું. સંક્રમણમાં 14 દિવસ ક્વોરેન્ટાઈ કે આઇસોલેશન એટલે કે બધાથી અલગ રહેવાનો આ નિયમ કોઇ નવો નથી. માણસ તો માણસ પરંતુ ભગવાન પણ 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહ્યા હતા.

હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુબદ્રાને લઈને આઇસોલેશનનો ઉલ્લેખ આવે છે. ભગવાન જગન્નાથ સંસ્કૃતિના સંશોધનકર્તા ભાસ્કર મિશ્રા પણ આ બાબતે પુષ્ટિ કરે છે. દુનિયાભરમાં કોરોના મહામારી દરમિયાન ઘરમાં આઇસોલેશન કોઈ નવી વાત હોય શકે છે પરંતુ આ પ્રથા અહીં ભગવાન જગન્નાથના મંદિરમાં પ્રાચીન કાળથી પ્રચલિત છે. ઓરિસ્સા સરકારે કોરોનાના પ્રસારને રોકવા માટે લોકોને ઘરની અંદર રહેવા અને આઇસોલેશનના માપદંડોનું પાલન કરવા માટે ઓરિસ્સાની ધાર્મિક પરંપરાનો ઉલ્લેખ કર્યો કે કઈ રીતે વાર્ષિક રથ યાત્રા પહેલા ભગવાન જગન્નાથ પોતાને ક્વોરેન્ટાઇન રૂમ એટલે કે આઇસોલેશન રૂમમાં અલગ કરી લેતા હતા.

આ ક્વોરેન્ટાઇન રૂમને અનાસર રૂમ કહેવામાં આવે છે. કોરોનાને લઈને ઓરિસ્સા સરકારના મુખ્ય પ્રવક્તા સુબ્રતો બાગચીએ કહ્યું હતું ભગવાન જગન્નાથના આઇસોલેશનનું ઉદાહરણ લોકો દ્વારા સારી રીતે સ્વીકાર કરવામાં આવે છે અને જેમાં તેમને ઘરની અંદર રાખવામાં આવે છે. રાજ્ય સરકારે એક નારો પણ બનાવ્યો છે ઘરે રુકંતુ સુસ્થ રૂહંતુ. એટલે ઘરમાં રહો સ્વસ્થ રહો. તેમણે લોકોને તપાસમાં કોરોના સંક્રમિત આવનારા લોકોને પણ ક્વોરેન્ટાઇનમાં જવા માટે પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે અનાસર (આઇસોલેશન) ઓરિસ્સાની સંસ્કૃતિ અને પરંપરાનો મહત્ત્વનો ભાગ છે. સંક્રમિતોની અવર-જવરને પ્રતિબંધિત કરવા માટે ક્વોરેન્ટાઇન જરૂરી છે જેથી સંક્રમણ બીજા લોકોમાં ન ફેલાય .

બાગચીએ કહ્યું રાજ્ય સરકાર આ વાત પર જોર આપે છે કે જો કોઈ કોરોના સંક્રમિત થાય છે તો તેણે ઓછામાં ઓછા 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું જોઈએ. અહીં સુધી કે બ્રહ્માંડના સ્વામી (ભગવાન જગન્નાથ) પણ બીમાર પડતા હતા તો પોતાને આઇસોલેટ કરી લેતા હતા. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેન, ભગવાન બળબદ્ર અને દેવી સુબદ્રાને પૂર્ણિમાના દિવસે 108 ઘડાના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવ્યા હતા. એટલું સ્નાન કર્યા બાદ તાવ આવી ગયો હતો. ત્યારબાદ દેવી-દેવતાઓને અનાસર ઘર (આઇસોલેશન રૂમમાં) લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરાવવામાં આવી. ત્રણેય દેવી-દેવતા 14મા દિવસે સાજા થયા હતા. આ પ્રથા દર વર્ષે વાર્ષિક રથ યાત્રાના 14 દિવસ પહેલા સુધી મનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp