ઉત્તરાયણના દિવસે આ રીતે કરો સૂર્યપૂજા, જાણો કયા છે શુભ મુહૂર્ત

PC: aajtak.in

મકર સંક્રાતિ હિદુઓનો મુખ્ય તહેવાર હોય છે. પોષ માસમાં જયારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાતિ મનાવવામાં આવે છે. આ વર્ષમાં મકર સંક્રાતિ 14 જાન્યુઆરી મનાવવામાં આવશે. મતલબ કે 14 જાન્યૂઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.મકર સંક્રાતિ પછી રૂતુ પરિવર્તન પણ થવા માંડે છે. આ દિવસે સ્નાન અને દાન- પૂણ્ય જેવા કાર્યોનું વિશેષ મહત્તવ માનવામાં આવે છે. મકર સંક્રાતિના દિવસે ખીચડી ખાવાનું પણ એક મહત્તવ છે. એને કારણે કેટલીક જગ્યાએ મકર સંક્રાતિને ખિચડીનો પર્વ કહેવામાં આવે છે.

એવી માન્યતા છે કે  આ તહેવારના દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે જાય છે. સૂર્ય અને શનિનો સબંધ મકર સંક્રાતિને કારણે ખાસ મહત્તવપૂર્ણ બની જાય છે. સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ જ સમયે થતો હોય છે એટલે મકર સંક્રાતિ પછી શુભ કાર્યોની શરૂઆત થતી હોય છે. જાણીતા જયોતિષોના કહેવા મુજબ જેમની કુંડળીમાં સૂર્ય અથવા શનિની સ્થિતિ ખરાબ હોય તેમણે મકર સંક્રાતિના પર્વ પર પૂજા કરીને તેને ઠીક કરી શકો છો.

આ વખતે મકર સંક્રાતિ એટલે કે ઉત્તરાયણના મુર્હૂત આ પ્રમાણે છે. પુણ્ય કાળ મુર્હૂત- સવારે 8-03 અને 7 સેકન્ડથી બપોરે 12-30 સુધી અને મહાપુણ્ય કાળ મુર્હૂત- સવારે 8-03 અને 7 સેક્ન્ડથી સવારે 8-27 અને 7 સેકન્ડ સુધીનો રહેશે.

ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ જ ચગાવવાનુ મહત્તવ  છે એવું નથી પણ આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને લોટામાં ફુલ અને ચોખાના દાણા નાંખીને સૂર્યને પાણી ચઢાવો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ ભગવદગીતાના કોઇ પણ એક અધ્યાયનો પાઠ કરો અથવા ગીતાનો પાઠ કરો. નવું અનાજ, કંબલ, તલ અને ઘીનું મકર સંક્રાતિના દિવસે દાન કરો. ભોજનમાં નવા અનાજની ખિચડી બનાવો અને ભોજન કરતા પહેલાં ભગવાનને પ્રસાદ રૂપે સમર્પિત કરો. સાંજે અન્ન ખાવાનું ટાળો.જયોતિષોના કહેવા મુજબ મકર સંક્રાતિના દિવસે ગરીબોને વાસણ અને તલનું દાન કરો જેથી શનિથી જોડાયેલી દરેક પીડામાંથી મુકિત મળશે.

મકર સંક્રાતિને ઘણી જગ્યાએ ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાતિના દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યની ઉપાસના કરવાનું ખાસ મહત્તવ છે. આ દિવસે કરવામાં આવેલું દાન  અનંત ફળદાયી હોય છે. આ દિવસે શનિને દાન કરવાનું પણ એકદમ શુભ માનવામાં આવે છે. પંજાબ, .યૂપી, બિહાર, તમિલનાડુમાં આ સમય પાકની લણણી કરવાનો હોય છે. એટલા માટે ખેડુત મકર સંક્રાતિને આભાર દિવસ તરીકે પણ મનાવે છે. આ દિવસે તલના લાડુ અને ગોળમાંથી બનાવાયેલી મિઠાઇ વહેંચવામાં આવે છે.  મકર સંક્રાતિના દિવસે પતંગ ઉડાવવાની પરંપરા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp