રાજસ્થાનમાં 1 લાખથી વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળશે સરકારી નોકરી

PC: tribuneindia.com

દેશમાં દિવાળીની ધૂમ મચી રહી છે. આ દરમિયાન રાજસ્થાન સરકારે રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનારા એક લાખથી વધારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. અશોક ગેહલોત સરકારે આ કર્મચારીઓને નિયમિત કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી બતાવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીના આ નિર્ણયની જાણકારી આપી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરી છે કે, અમે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને નિયમિત કરવા માટે દરવાજા ખોલી દેવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લગભગ 1,10,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થશે. હું એ દરેકને શુભેચ્છા પાઠવું છું. જે આ નિર્ણયથી લાભાન્વિત થવા જઇ રહ્યા છે અને હું તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.

રિપોર્ટ અનુસાર, દિવાળી પહેલા ગેહલોત સરકારે કાન્ટ્રાક્ચ્યુઅલ હાયરિંગ ટૂ સિવિલ પોર્ટ રૂલ-2022 લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેના દ્વારા રાજ્યમાં કાર્યરત 1 લાખ 10 હજારથી વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમોના દાયરામાં લાવીને નિયમિત કરવાના છે. તેનાથી શિક્ષણ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, ચિકિત્સા તથા સ્વાસ્થય વિભાગ સહિત અન્ય વિભાગોમાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી લાભાન્વિત થશે.

સરકાર તરફથી કહેવાઇ રહ્યું છે કે, રાજસ્થાન કોન્ટ્રાક્ચ્યુઅલ હાયરિંગ ટૂ સિવિલ પોર્ટ રૂલ્સ 2022 લાગૂ થવાથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે, આરક્ષણ નિયમોનું સંપૂર્ણ રીતે પાલન થશે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 5 વર્ષ સુધી કામ કર્યા બાદ તેમને પદો પર નિયમત થવાથી તેમની સંવિદા કર્મચારીઓને તનો લાભ મળશે.

રાજસ્થાન કોન્ટ્રાક્ચ્યુઅલ હાયરિંગ ટૂ સિવિલ પોસ્ટ રૂલ્સ 2022 લાગૂ થયા બાદ નિયમિત થનારા કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓના સ્પેશિયલ પે પ્રોટેક્શનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. નિયમિત થવા પર આ કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમનો પણ લાભ આપવામાં આવશે. ગેહલોત સરકારે પોતાના બજેટમાં આ કર્મચારીઓ માટે વિભાગોના હિસાબે કૈડર બનાવવાની ઘોષણા કરી હતી. વર્ષ 2022 2023ના બજેટમાં તેમના માનદેયમાં 20 ટકા વધારાનું પણ એલાન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp