દેશમાં લોકોએ 6,000 કરોડના ફટાકડા ફોડી નાંખ્યા, વેપારીઓ માલામાલ, સ્ટોક ખલાસ

PC: dnaindia.com

વર્ષ 2022ના દિવાળીના તહેવારમાં લોકોએ દિલ ખોલીને ફટાકડાં ફોડ્યા છે. દિલ્હીને બાદ કરતા દેશના બધા રાજ્યોમાં લોકોએ ફટાકડાંની ધૂમ ખરીદી કરી હતી. ફટાકડાના વેપારીઓ માલામાલ થઇ ગયા છે, કારણ કે દેશમાં 6,000 કરોડ રૂપિયાનો ફટાકડાનો બિઝનેસ થયો છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે એટલી બધી ખરીદી નિકળી છે કે, અમારી પાસે સ્ટોક પણ બચ્યો નથી. કોરોના મહામારીના સમયમાં થયેલા નુકશાનનું આ વખતે સાટું વળી ગયું છે. સૌથી વધારે ફટાકડા મહારાષ્ટ્રમાં ફુટ્યા છે.

દિવાળીના અવસર પર, દિલ્હી સિવાય દેશભરમાં લગભગ 6,000 કરોડ રૂપિયાના છૂટક ફટાકડાનું વેચાણ થયું હતું, જેના પછી ફટાકડા ઉદ્યોગે રાહતનો શ્વાસ લીધો છે. આ વર્ષે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો ખૂબ જ ખુશ છે, કારણ કે છેલ્લા બે વર્ષમાં લોકોને કોરોના રોગચાળાને કારણે ઘણું નુકસાન થયું છે Tamil Nadu Fire Workers and Amorces Manufacturers' Association (TANFAMA) ના પ્રમુખ ગણેશન પંજુરાજનના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ મહામારી ફાટી નીકળ્યા પછી, કાચા માલના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે અને આજ સુધી તેમાં ઘટાડો થયો નથી.

ગણેશને PTI- ભાષા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે કાચામાલના ભાવ વધારાને કારણે સ્વાભાવિક રીતે ફટાકડાના ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો હતો. એસોસિયેશનના પ્રમુખે કહ્યુ કે વર્ષ 2016થી વર્ષ 2019 સુધી દિવાળીના સમયમાં ફટકાડાંનો બિઝનેસ સારો હતો. દર વર્ષે 4થી 5 હજાર કરોડ રૂપિયાના ફટાકડાં વેચાતા હતા. પરંતુ આ વખતે દેશભરમાં 6,000 કરોડ રૂપિયાનો ફટાકડાનો બિઝનેસ થયો છે.

ગણેશને કહ્યું કે, આ વખતે ધૂમ વેચાણ થવાને કારણે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે, મોટાભાગના ફટાકડાંના વેપારીઓ પાસે સ્ટોક બચ્યો નથી. તેમણે કહ્યુ કે સૌથી વધારે ફટાકડાંનું વેચાણ મહારાષ્ટ્રમાં થયું છે. એ પછી ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં સૌથી વધારે વેચાણ થયું છે. મુંબઇ અને મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં ઉત્પાદનના મોટા હિસ્સાનું વેચાણ થયું છે.

પ્રમુખે કહ્યુ કે બે વર્ષના કોવિડના સમયગાળા પછી દેશભરમાં લોકો ફટાકડાં પર ખર્ચો કરવા આગળ આવ્યા, જેને કારણે મોટો ધંધો થઇ શક્યો. ગણેશને જણાવ્યું હતું કે, તમામ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે સર્વોચ્ચ અદાલત અને સરકારી સત્તાવાળાઓની માર્ગદર્શિકા અનુસાર ગ્રીન-ફટાકડાની શ્રેણીમાં આવે છે. તમિલનાડુના વિરુધુનગરમાં શિવકાશી વિસ્તાર ફટાકડાં ઉદ્યોગનું દેશનું સૌથી મોટું સેન્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp