દેવ દિવાળી પર 10 લાખ દીવા-લેઝર લાઇટ શૉથી ઝળહળશે વારાણસીનો ગંગા ઘાટ

PC: english.jagran.com

હિન્દી કેલેન્ડર મુજબ, કારતક મહિનાની પૂનમે દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. દેવ દિવાળીનો તહેવાર આજે મનાવવામાં આવી રહ્યો છે. વારાણસીના અર્ધ ચંદ્રકાર ઘાટ અને ગંગાની લહેરો આજે હજારો દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠશે. દેવ દિવાળીને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. ગંગા ઘાટ પર દીપ પ્રગટાવવા સાથે જ આ વખત લેઝર લાઇટ શૉના આયોજનનો પણ કાર્યક્રમ છે. વારાણસીના લગભગ બધા મુખ્ય ઘાટ પર દેવ દિવાળીને લઈને ખાસ આયોજનની તૈયારી છે.

રિપોર્ટ્સ મુજબ, ગંગા ઘાટ પર દીપ પ્રાગટ્ય સાંજે 5:00 વાગ્યાથી શરૂ થશે. સાંજે 6:00 વાગ્યા સુધી બધા ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધી દશામેશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી થશે. ગંગા આરતી બાદ અન્ય આયોજન થશે. કહેવામાં આવે છે કે સાંજે 7:00-7:30 વાગ્યા સુધી ચેત સિંહ ઘાટ પર પ્રોજેક્શન મેપિંગ અને લેઝર શૉ થશે. ત્યારબાદ કાશી વિશ્વનાથ ધામ સામે ગંગા નદીની રેતી પર ક્રીમ કોરિયોગ્રાફ્ડ આતિશબાજી થશે.

રાત્રે 8:30 વાગ્યાથી 9:40 વાગ્યા સુધી પણ પ્રોજેક્શન મેપિંગ અને 3D લેઝર શૉનું આયોજન થશે. ગંગા નદીના કિનારે લગભગ 10 લાખ દીવા પ્રગટાવવાનું અનુમાન છે. દેવ દિવાળીના તહેવાર પર આખા વારાણસીના જનપદમાં લગભગ 21 લાખ દીવા પ્રગટાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ બાદ આ પહેલી દેવ દિવાળી છે. તેને જોતા કાશી વિશ્વનાથ ધામની પણ ભવ્ય સજાવટ કરવામાં આવી છે.

કાશી વિશ્વનાથ ધામને લગભગ 50 ટન ફૂલોથી સજાવવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ ધામને સજાવવામાં એવા પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 7 દિવસ સુધી જેવાના તેવા રહી શકે. બાબા વિશ્વનાથની નગરી કાશીમાં દેવ દિવાળીને લઈને શાસન-પ્રશાસન કેટલું એક્ટિવ છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે પોતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક દિવસ અગાઉ ક્રૂઝ પર સવાર થઈને ઘાટો પર કરવામાં આવેલી લાઇટિંગ અને ચેત સિંહ ઘાટ પરનો 3D લેઝર શૉ જોયો હતો.

પ્રશાસને ગંગા કિનારે દેવ દિવાળીના આયોજનનું શહેરમાં 6 જગ્યાથી લાઇવ પ્રસારણ કરવાની તૈયારી પણ કરી છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે રાક્ષસ ત્રિપુરાસુરનું વધ કારતક મહિનાની પૂર્ણિમાએ કર્યો હતો. ભગવાન શિવ ત્રિપુરાસુરનું વધ કરવાથી ખુશ દેવતા ધરતી પર ઉતરી આવ્યા હતા અને તેમના ત્રિશૂલ પર વસેલી કાશીમાં દીવા પ્રગટાવ્યા હતા. દેવતાઓએ કાશીમાં દિવાળી મનાવી હતી અને ત્યારથી વારાણસીમાં કારતક પૂર્ણિમાને દેવ દિવાળી માનવવાની પરંપરા ચાલતી આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp