આ દેશમાં અનોખી રીતે ઉજવાય છે દિવાળી, થાય છે શ્વાનોની પૂજા

PC: travelandleisure.com

દિવાળીએ હિંદુ ઘર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનાં સમયે દેશ રોશનીથી ઝગમગી ઉઠે છે. દિવાળી પર સમગ્ર ભારતમાં ફટાકડા ફોડવામાં આવે છે. અને મિઠાઈઓનું વિતરણ કરવામાં આવે છે. ધનની દેવી માં લક્ષ્મીનું પણ પૂજન કરવામાં આવે છે. જોકે, દિવાળી લગભગ તમામ દેશોમાં ઉજવાય છે. પરંતુ એક દેશ એવો પણ છે, જ્યાં દિવાળીની કંઈક અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે.

આપણા પાડોશી દેશ નેપાળમાં નોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં લક્ષ્મી-ગણેશજી નહિ પણ શ્વાનની પૂજા કરવામાં આવે છે. નેપાળની આ નોખી દિવાળીને તિહાર કહેવામાં આવે છે. ભારતની જેમ નેપાળમાં પણ દિવાળીની ઉજવણી અહિ જેમ થાય છે તે જ રીતે તે ઉજવવામાં આવે છે.

તિહારના દિવસે નેપાળમાં લોકો દીવા પ્રગટાવે છે, નવા કપડા પહેરે છે. દિવાળીના બીજા દિવસે નેપાળ અન્ય એક દિવાળીની ઉજવણી પણ થાય છે. આ દિવાળીને કુકુર તિહાર કહેવામાં આવે છે. કુકુર તિહારના દિવસે શ્વાનની પૂજા કરવામાં આવે છે.

ખાસ વાત એ છે કે, તેમની દિવાળી ખતમ નથી થઈ જતી પણ પાંચ દિવસ સુધી ચાલે છે. આ સમય દરમ્યાન લોકો ગાય, શ્વાન, કાગડા, બળદ વગેરે વિવિધ પ્રાણીઓની પૂજા કરે છે. કુકુર તિહાર ખાતે કુતરાઓનું સન્માન કરવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે સાથે જ તેમને ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. લોકો તેમની પૂજા એટલા માટે કરે છે, કારણ કે તેમની કામના હોય છે કે શ્વાન તેમની જોડે હંમેશા રહે. કુકુર તિહારમાં વિશ્વાસ રાખનારા લોકોનું માનવું હોય છે કે, શ્વાન યમ દેવતાનો સંદેશાવાહક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp