ગુજરાતની સ્કૂલોએ માતા-પિતાને લખ્યું- આ દિવાળીએ બાળકોને ધૂળમાં રમવા દેજો

PC: playo.co

દેશભરમાં દિવાળીનું વેકેશન પડી ગયું છે. ગુજરાતની શાળાઓમાં 3 અઠવાડિયાનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. વેકેશનમાં શાળાઓએ વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાની સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાનું પણ કહ્યું છે. બાળકોના ઘડતર માટે બાળકોને તેમના પૈતૃક ગામોમાં જવાનું પણ કહેવામાં આવ્યું છે. જેમાં તેઓ ધૂળમાં ચંપલ વિના રમે. તેઓ ભલે પડે, તો જ જીવનનું મહત્ત્વ સમજશે. અમુક શાળાઓએ વિદ્યાર્થીઓને કહ્યું છે કે, તેઓ હોસ્પિટલ, ગ્રામ પંચાયત, વૃદ્ધાશ્રમ, પોલિસ સ્ટેશન જઈને જુએ કે ત્યાં કેવું કામ થાય છે અને તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે.

પત્રમાં કહેવામાં આવ્યું કે, આ પત્ર તામાર બાળકોની ફરિયાદ માટે નહિ પણ તમારા બાળકોના વિકાસ અને જીવન ઘડતર માટે છે. શાળા દરમ્યાન બાળક સતત અભ્યાસલક્ષી પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે, પણ વેકેશન એ બાળક અને વાલી માટે એવો સમયગાળો છે જ્યારે તેઓ એકબીજા સાથે સમય પસાર કરી શકે છે. વાલીઓએ પોતાના બાળકને સમય આપવો જ જોઈએ. જે તેમની ફરજ છે. વેકેશનમાં બાળકોને મન મુકીને રમવા દેજો. બાળકને કોઈ શું કરે છે. તે કહેવા કરતા પોતે શું કરી શકે છે, તે જણાવજો. તેની સારી બાબતોને પ્રોત્સાહન આપજો અને ઉત્સાહ વધારજો.

સુરતની એક શાળાના શિક્ષકે જણાવ્યું કે, હોમવર્ક આપવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર તેને લખીને જ આપી દે છે. માટે લખવાની જગ્યાએ પ્રેક્ટિકલ જ્ઞાન આપવું જોઈએ. તો જ વિદ્યાર્થીઓને મજા આવશે. માટે આ વખતે કોઈ ગૃહકાર્ય આપવામાં આવ્યું નથી. અમારો એ પ્રયત્ન છે કે, બાળકો વેકેશનમાં છોડવા રોપે, સ્વચ્છતાનું ધ્યાન રાખે, વીજળી-પાણીની બચત રાખે. પરિવાર જોડે રહે અને તેમની હૂંફ અનુભવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp