26th January selfie contest

દિવાળી પર જેઠાલાલે ખરીદી આ નવી લક્ઝરી કાર

PC: google.com

પોપ્યુલર ટી.વી. શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવી રહેલા એક્ટ દિલીપ જોશીની દિવાળી આ વર્ષે ખૂબ જ ખાસ અને યાદગાર રહી. દિવાળીના પાવન પર્વ પર દિલીપ જોશીએ એક લક્ઝરી કાર ખરીદી છે. ઘરમાં નવી કારનું સ્વાગત કરીને દિલીપ જોશી અને તેની ફેમિલી ખુશ છે. દિલીપ જોશીએ બ્લેક કલરની Kia Sonet Subcompact SUV કાર ખરીદી છે. આ કારની કિંમત લગભગ 12.29 લાખ રૂપિયા છે. એક્ટરે દિવાળી સ્પેશિયલ અવસર પર આ નવી ચમચમાતી લગ્ઝરી કારને પોતાની ખુશીઓનો હિસ્સો બનાવી છે.

કિયા સોનેટ કારની વાત કરીએ તો તે પોતાના સેગમેન્ટમાં સૌથી વધારે પસંદ કરાતી કારોમાંથી એક છે. આ કારનું મોડલ પોતાની સ્પોર્ટી ડિઝાઇન સહિત કેટલાક શાનદાર ફીચર્સ માટે પણ જાણીતી છે. નવી સોનેટમાં HTX ટ્રીમ ઓટોમેટિક ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં HTX 7 DCT (1.0 T-GDI પેટ્રોલ) અને HTX 6AT (1.5 ડીઝલ) વેરિયન્ટ સામેલ છે. આ કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કાર પ્લે સપોર્ટવાળું 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, કીલેસ એન્ટ્રી, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન, પાવર એડજસ્ટેબલ એક્સટિયરિંગ રિયર વ્યૂ મિરર, મલ્ટી ફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ, ક્રૂઝ કંટ્રોલ, ડ્યુઅલ એરબેગ્સ, ABS, EBD, રિયર પાર્કિંગ કેમેરા, બ્રેક આસિસ્ટ અને ઓટોમેટિક હેડલેમ્પ જેવા સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ફીચર્સ છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેના કેરેક્ટરને શૉમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. શૉમાં મુનમુન દત્તાને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. સ્ટારકાસ્ટ સિવાય શૉની સિમ્પલ સ્ટોરીલાઇન ફેન્સના દિલ જીતી રહી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. TRP લિસ્ટમાં શૉ સૌને સખત ટક્કર આપે છે. આ શૉને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. આ શૉ ટી.વી.ના સૌથી હિટ અને ફેવરિટ શૉમાં સામેલ કરવામાં આવે છે. તેને ધર્મેશ મેહતા, ધીરજ પલશેતકર અને માલવ રાજદાએ ડિરેક્ટ કર્યો છે.  

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર એક્ટર દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે અને તેમના લગ્નના 20 વર્ષ થઈ ચૂક્યા છે. જોકે આટલો લાંબો સમય પસાર થયા છતા જયમાલા લાઇમલાઇટથી દૂર રહે છે. રિયલ લાઈફમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના બે સંતાન છે. તેની દીકરીનું નામ નિયતિ જોશી છે જ્યારે પુત્રનું નામ ઋત્વિક જોશી છે. દિલીપ જોશી જ્યારે પણ શૂટિંગમાંથી ફ્રી થાય છે પોતાની ફેમિલી સાથે લાંબો સમય વિતાવવાનો પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp