26th January selfie contest

દીપોત્સવમાં 500 ડ્રોનથી દેખાડવામાં આવશે રામાયણ, 13 ઝાંખીઓ અને લેસર શૉ પણ રહેશે

PC: hindustantimes.com

અયોધ્યામાં દીપોત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેને લઈને અયોધ્યા પ્રશાસન પણ સંપૂર્ણ રીતે તૈયાર નજરે પડી રહ્યું છે. આ વખત સૌથી ખાસ જે આકર્ષણ અયોધ્યાના દીપોત્સવમાં નજરે પડશે આ બાબતે જાણી લો. પહેલી વખત ઉત્તર પ્રદેશની યોગી સરકારે દીપોત્સવના અવસર પર એરિયલ ડ્રોન શૉ આયોજિત કરવાની વાત કહી છે જે આ વખત અયોધ્યાના દીપોત્સવનું સૌથી ખાસ આકર્ષણ રહેશે. આ અવસર પર એક ન્યૂઝ ચેનલ સાથે અયોધ્યાના DM નીતિશ કુમારે વાતચીત કરી હતી.

તેમણે સંપૂર્ણ તૈયારીઓને લઈને જાણકારી આપી હતી. અયોધ્યામાં આ વખત દીપોત્સવને લઈને 12 હજાર વૉલંટિયર તૈનાત કરવામાં આવ્યા છે. સાકેત કૉલેજથી 13 ઝાખીઓ નીકળશે અને રામ કથા પાર્ક સુધી પહોંચશે. રામકથા પાર્ક પર રામ સિયાનું અવતરણ થશે. મંચન થશે ત્યારબાદ રામની પૈડી પર સાંજે 6 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં લેસર શૉ થશે. બુધવારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ 2 વાગ્યે પહોંચી શકે છે ત્યારબાદ રામની પૈડી પર સરયૂ આરતી કરશે. દીપોત્સવ માટે અલગ અલગ જિલ્લાઓમાંથી દીવડા પણ મંગાવવામાં આવ્યા છે.

અયોધ્યાના IG રેંજ કે.પી. સિંહે સુરક્ષાની તૈયારીઓને લઈને જણાવ્યું હતું કે આયોજન માટે જગ્યા ઓછી છે એવામાં સુરક્ષાનો એક મહત્ત્વનો મુદ્દો છે. આ જ કરણ છે કે by Card Invitation Invite આપ્યું છે. એ સિવાય શહેરમાં LED વેન પણ લાગી રહી છે જેથી જે લોકો આયોજન સ્થળ પર ન આવી શકે તેઓ આ આયોજનને શહેરમાં ઉપસ્થિત રહીને પણ જોઈ શકે. જળ કંપનીની ટીમ લાગી છે જે ઘાટના કિનારે લગભગ 40 બૉટથી પેટ્રોલિંગ કરશે. 17 ગેટ બનાવવામાં આવ્યા છે. કે.પી. સિંહે જણાવ્યું કે LIU  ઇન્ટેલિજેન્સની બધી ટીમ ઉપસ્થિત રહેશે.

આ હશે દીપોત્સવમાં ખાસ:

9 લાખ દીવા અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન પ્રગટાવવામાં આવશે.

અયોધ્યાના દરેક નાના મોટા મંદિરોને સજાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આયોજનમાં પહોંચશે.

9 લાખ દીવા જ્યારે રામની પૈડી પર પ્રગટાવવામાં આવશે તો ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનશે

અયોધ્યાના 32 ઘાટ પણ દીવાના પ્રકાશથી પ્રકાશિત થશે.

સૌથી ખાસ આકર્ષણ, 500 ડ્રોનથી નજરે પડશે રામાયણ.

3D હોલિગ્રાફીક શૉ, 3D પ્રોજેક્શન મેપિંગ અને લેસર અવાજ રામની પૈડી પર સરયૂ નદીના કિનારે આયોજિત થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp