અમિતાભના દિવાળી ફેમિલી ફોટોમાં પેઇન્ટિંગ, કિંમત જાણી દંગ રહી જજો

PC: https://www.aajtak.in

બોલીવુડના મહાનાયક અને બીગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી વાતો અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે દિવાળીના તહેવારમાં તેમણે શેર કરેલા ફેમિલી ફોટામાં પાછળના ભાગે એક બળદની તસ્વીરે ખાસ્સી ચર્ચા જગાવી છે. કેટલાંક યૂઝર્સ મજાકમાં એ તસ્વીરને વેલકમ ફિલ્મના પાત્ર મજનૂ ભાઇની પેઇન્ટિંગ તરીકે બતાવી રહ્યા છે. પરંતું વાસ્તવમાં અમિતાભન ઘરની દિવાલ પર ટાંગવામાં આવેલું બળદનું પેંઇન્ટિંગ કરોડો રૂપિયાની કિંમતનું છે.

મહાનાયક અમિતાભ બચ્ચનનો દિવાળી ફોટો ઇન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. બીગ બીએ પોતાના ચાહકોને દિવાળી વિશ કરવા માટે ફોટો શેર કર્યો છે. અમિતાભે શેર કરેલાં ફોટોમાં ડાબેથી અભિષેક બચ્ચલ, ઐશ્વર્યા બચ્ચન, તેમની પુત્રી આરાધ્યા બચ્ચન, જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, અમિતાભની પુત્રી શ્વેતા બચ્ચન નંદા, શ્વેતાનો પુત્ર અગસ્ત્ય નંદા, નવ્યા નવેલી નંદા તસ્વીરમાં દેખાઇ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

 ફોટોમાં બચ્ચન પરિવાર સોફા પર બેઠેલો નજરે પડે છે, તેની પાછળના ભાગે એક મોટું પેઇન્ટિંગ નજરે પડે છે. આ પેંઇન્ટિંગની ચર્ચા ચારેબાજુ છે.હવે તમને એ જાણવામાં રસ પડશે કે આ પેંઇન્ટિંગની કિંમત કેટલી છે અને કોણે બનાવ્યું છે?

તો તમને જણાવી દઇએ કે અમિતાભના ડ્રોઇંગ રૂમમાં લગાડવામાં આવેલાં પેઇન્ટિંગની કિંમત છે 4 કરોડ રૂપિયા. આ પેંઇન્ટિંગને મંજીત બાવા ( 1941-2008) નામના આર્ટિસ્ટે બનાવ્યું હતું. મંજીત બાવાનો જન્મ પંજાબના ઘુરીમાં થયો હતો અને તેઓ ભારતીય માઇથોલોજી અને સૂફી ફિલોસોફીમાંથી પ્રેરણા લઇને પેંઇન્ટિંગ બનાવતા હતા.

મંજીત બાવાની પેંઇન્ટિંગ્સના સબ્જેકટ મોટેભાગે મા કાલી, ભગવાન શિવ રહ્યા છે. ઉપરાંત તેઓ પશુ, પ્રકૃતિ, ફલૂટ મોટિફ અને માણસ અને પશુઓ સાથે રહેતા હોય તેવા આઇડિયા પર પેઇંન્ટિગ્સ બનાવી ચુક્યા છે.

મંજીત બાવાના પેઇંન્ટિંગ્સને મોટા ઓક્શન હાઉસ દ્રારા વેચવામાં આવતા હોય છે. મંજીતના આર્ટની કિંમત 3થી 4 કરોડ રૂપિયા હોય છે.

અમિતાભના ડ્રોઇંગ રૂમમાં જે બળદનું પેઇન્ટિંગ છે તે ભાગતો બતાવવામાં આવ્યો છે. જાણવા મળેલી માહિતી મુજબ આ પેઇન્ટિંગ જેના ઘર કે ઓફીસમાં હોય ત્યાં આર્થિક સફળતા, લાભ અને આર્થિક સમૃધ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. બળદને શક્તિ, તેજી, તાકાત અને આશાવાદનું પ્રતિક માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp