ચટપટુ ખાવાના શોખીનો માટે પ્રસ્તુત છે ચટપટા ચાટ રેસિપી

PC: ndtvimg.com

કુલ સમયઃ 25 મિનિટ

માત્રાઃ 2 વ્યક્તિ માટે

સામગ્રી

1 કપ શક્કરીયા (ક્યુબ્સ આકારમા સમારેલુ)

½ કપ સૂરણ (ક્યૂબ્સ આકારમા સમારેલુ)

½ કપ સિંગોડા

1 ચમચી ધાણાનો પાવડર

1 ચમચી ઘી

1 ચમચી લીંબુનો રસ

½ ચમચી કાળા મરીનો ભૂકો

½ સંચળ

½ ચમચી સિંધવ મીઠું

બનાવવાની રીત

એક બાઉલમા ધાણાનો પાવડર, કાળા મરીનો ભૂકો, સંચળ અને સિંધવ મીઠું લો. હવે, શક્કરિયા, સૂરણ અને સિંગોડા સાથે આ મિશ્રણને મિક્સ કરી લો. તેને સ્ટીમરમા 8-10 મિનિટ માટે સ્ટીમ કરો. તેને સર્વ કરતા પહેલા તેના પર લીંબુનો રસ અને ઘી નાંખી ગરમા ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp