ઘરે બનાવો આ રીતે ઇંડા વગરની ચોકલેટ સ્પોંન્જ કેક

PC: recipeblog.io

ચોકલેટ એટલે બાળકોની પ્રિય વસ્તુ, અને એને ખાવામાં કોઇ પણ ના પાડતુ નથી. દરેક વ્યક્તિને એનો સ્વાદ પસંદ હોય છે. ચોકલેટ એ ઇંડા સિવાય પણ બનાવી શકાય છે. અને આ કેક કોઇ પણ બેકરીમાં બનેલી કેક જેવી જ નરમ બને છે. જેને તૈયાર કરવામાં 4 મિનિટ જેટલો સમય લાગે છે.

બેક કરવા માટેનુ તાપમાન-180 એને બેક કરવાનો સમય 30 થી 34 મિનિટ. એટલે કે કુલ સમય આશરે 40 મિનિટ 1 કેક માટે

સામગ્રી-

1-કપ મેંદો,

2 ચમચી કોકો પાવડર,

1/2બેકિંગ સોડા,

3/4 કપ કન્ડેન્સ્ડ દૂધ,

1 1/2 ચમચી ઉપર સુધી ભરેલો બેકિંગ પાવડર,

4 ચમચી માખણ,

1 ચમચી વેનિલા એસેન્સ.

બનાવવાની રીત-

મેંદો, બેકિંગ સોડાને ભેગુ કરીને જીણી ચારણીથી ચાણીને એક બાજુ મુકી દો. કન્ડેન્સ્ડ દૂધ, માખણ, વેનિલા એસેન્સ અને 4 ચમચી પાણીમાં એક બાઉલમાં નાખીને સારી રીતે ગુંદી નાખો. ચાણેલા મેંદાનું મિશ્રણ નાખીને હલ્કા હાથે મિલાવી લો. આ મિલાલેવ લોટને કેક બનાવવાના બાઉલમાં નાખી 180 (c) ના તાપમાન ઉપર 20 થી 25 મિનિટ માટે બેક કરી લો. જ્યારે કેક બાઉલના કિનારાથી બહાર નીકળી જાય અને તેને અડવાથી સ્પ્રિંગ જેવુ લાગે ત્યારે સમજવુ કે તમારી કેક તૈયાર છે. બાઉલને ઉથલાવીને થપથપાવતા કેકને નિકાળી લો અને તેને એક તરફ ઠંડી થવા માટે મુકી દો..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp