જામનગર ખાતે સુંદર રંગોળી, જે તમે ક્યારે પણ જોઇ નહી હોય

PC: ihex.co.in

દિવાળીનાં તહેવારમાં અલગ અલગ રંગોળીઓ જોવા મળતી હોય છે. કોઇ ભગવાનનાં ચિત્ર વાળી રંગોળી કરતા હોય છે તો કોઇ લક્ષ્મીજીનાં ફોટા વાળી પણ કરતા હોય છે. જામનગર ખાતે પાર્ક કોલોનીમાં રહેતા રીધ્ધિબેને અનોખી રંગોળી કરી હતી. રાજ્યભરમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ દયાજનક છે. ખેડૂતોની ચિંતાજનક સ્થિતિને આબેહૂબ રંગોળીમાં ઉતારી હતી.

રંગોળી બનાવનાર રિધ્ધિબેને રંગોળી વિશે જણાવ્યું હતુ કે, 'રંગોળીમાં ખેડૂતા માથે પાઘડી પહેરી છે અને ખેડૂતોનાં મુખ ઉપર દુખની કરચલીઓ દેખાઇ રહી છે. એક તરફ જામનગર જીલ્લામાં ઓછા વરસાદથી પાક નિષ્ફળ ગયો હોય તેવા ખેડૂતને રંગોળીમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ રંગોળી કરતા ત્રણ દિવસ લાગ્યા છે.'

રિધ્ધીબેન દિવાળીના પર્વ ઉપર છેલ્લા આઠ વર્ષથી રંગોળી બનાવે છે. અને આ વર્ષે દેશનાં ખેડૂતોની ચિંતાંજનક સ્થિતિ દર્શાવી છે. અને ત્રણ દિવસની આકરી મહેનત બાદ આ રંગોળી તૈયાર થઇ છે આટલી સુંદર રંગોળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp